Viral Video : વરસાદમાં રોમેન્ટિક થયું કપલ, રોડ પર જ કરવા લાગ્યા આવી હરકત

Viral Video: સમગ્ર દેશમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. લગભગ તમામ રાજ્યોમાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોકે, પ્રેમની ઋતુ વર્ષા જ છે.

આવામાં કપલિયાઓ પોતાનામાં મસ્ત રહે છે. તેઓ રોમેન્ટિક થઇને ભાન ભૂલી જતા હોય છે. આવામાં એક કપલ રસ્તા વચ્ચે ભાન ભૂલી ગયા હતા. જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Viral Video

આવી સ્થિતિમાં વરસાદના દિવસોમાં ઇન્દોર શહેરમાંથી વાયરલ થઇ રહેલો એક રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેમાં એક કપલ વરસાદમાં ભીંજાતા હાથમાં હાથ જોડી રોડ પર ડાન્સ કરી રહ્યું છે, જેને જોઈને લોકો શાહિદ-કરીનાની યાદ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ઈન્દોરના એક કપલ ઝરમર વરસાદમાં રસ્તા પર ઉભા રહીને રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન વીડિયોના બેકગ્રાઉન્ડમાં તુ હૈ તો મુઝે ઔર ક્યા ચાહિયે, કિસી કી મદદ ના દુઆ ચાહિયે ગીત વાગી રહ્યું છે.

જ્યારે વીડિયોમાં કપલની પાછળ રોડ પર અનેક વાહનો દોડી રહ્યા છે અને આ બધાની વચ્ચે આ યુવક કપલ એકબીજામાં ખોવાયેલો જોવા મળે છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે, રોડથી થોડે દૂર બિલ્ડિંગમાં હાજર કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો હશે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

વરસાદમાં ભીંજાતા આ કપલનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક યુઝર્સ કપલના ડાન્સ મૂવના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો આ રોમેન્ટિક ડાન્સ માટે કપલને ટ્રોલ કરી રહ્યા છે. 25 જૂનના રોજ ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોનું કેપ્શન છે, મૌસમ-એ-ઈશ્ક હૈ તુ એક કહાની બન કે આ, મેરે રૂહ કો ભીગો દેને જો તુ વો પાની બન કે આ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X