For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજારમાં વેચાતા કેટલાક વિચિત્ર જનજાતીય ભોજન

|
Google Oneindia Gujarati News

જો માનવીની કંઇક અલગ ખાવાની આદત અંગે વાત કરવામાં આવે તો આ આદતો ઘણી જ અજીબો ગરીબ હશે. કંઇપણ ખાવાના ચક્કરમાં માનવી ક્યારેક એવી વસ્તુઓ ખાઇ લે છે, જેને ઘણી જ અજીબ હોય છે. કેટલાક લોકો તો જીવીત જાનવરો પણ ખાઇ લે છે. એ વાંચીને તમને આશ્ચર્ય થશે કે કેટલાક લોકો તો એવી વસ્તુઓ ખાઇને પોતાના જીવનને જોખમમાં મુકે છે, જેને આપણે ઘણા જ અજીબ સમજીએ છીએ.

આ ઘણુ સ્વાભાવિક છે કે કોઇ જનજાતિ જે ભોજનને વિશેષ અને પોતાની પરંપરા સમજે છે, તે તેની સંસ્કૃતિ અને પરંપરાની બહારના લોકો માટે અજીબ હોય છે. મોટાભાગની જનજાતિ પોતાના વિશેષ ભોજનને સ્વાસ્થ્ય માટે લાભદાયક માને છે. પરંતુ તેમાના કેટલાક ભોજન એવા છે, જેમને આપણે સંપૂર્ણ પણે વિચિત્ર જનજાતિય ભોજન કહીં શકીએ છીએ. આવા ભોજનની એક આખી યાદી અહીં આપવામાં આવી છે.

શું તમને વિચિત્ર જનજાતિય ભોજન પસંદ છે, જો હા, તો તમને એ જાણીને ખુશી થશે કે આમાના કેટલાકને તમે બજારમાં ખરીદી શકો છો. જો તમે એ લોકોમાંથી છો કે જે ભોજનમાં નવા નવા પ્રયોગો કરે છે, તો ચાલો તમને તસવીરો થકી કેટલાક વિચિત્ર જનજાતિય ભોજન અંગે જણાવીએ.

બલૂટ

બલૂટ

બતક અથવા મરઘીના ઇંડાને થોડાક દિવસ માટે જમીની અંદર દાટી દેવામાં આવે છે, જ્યાં તે નિષેચિત થઇ જાય છે. ફિલિપાઇન્સમાં લોકો આ ભોજનને ઘણું આરોગે છે. સમયની સાથે તેની માંગ એટલી વધી ગઇ છે કે હવે તેને મશીનો થકી તૈયાર કરવામાં આવે છે. ફિલિપાઇન્સની ગલીઓમાં તમને આ ભોજન સહેલાયથી મળી શકે છે.

કૂતરાનું માંસ

કૂતરાનું માંસ

કૂતરાનું માંસ નાગાલેન્ડની જનજાતિઓનું પ્રિય ભોજન છે. આ નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરના જનજાતિય સમુદાયની સૌથી મોટી નબળાઇ છે. આ વિચિત્ર ભોજન દક્ષિણ કોરિયાના બજારમાં પણ ઉપલબ્ધ છે, જેને ગેગોઇના નામથી ઓળખવામાં આવે છે.

દેડકાના પગ

દેડકાના પગ

સિક્કિમના લેપચા સમુદાયમાં દેડકાના પગને સૌથી સ્વદિષ્ટ માનવામાં આવે છે. તેમનું માનવું છે કે, તેમાંથી ઔષધિય ગુણ મેળવવામાં આવે છે. શહેરના મોટાભાગના રેસ્ટોરાંમાં દેડકાના પગની સ્પેશિયલ ડિશ પિરસવામાં આવે છે.

ઇરી પોલૂ

ઇરી પોલૂ

રેશમના કીડાનું પ્યૂપા જ્યારે કોકૂનમાં બદલાઇ જાય છે, તો તેમાંથી ઇી પોલૂ ભોજન તૈયાર કરવામાં આવે છે. આસામનું આ પરંપરાગત ભોજન છે, જેને ખોરીસા સાથે પિરસવામાં આવે છે. અહીંના અનેક રેસ્ટોરાંમાં તમને આ વિચિત્ર ભોજન મળી શકે છે.

લાલ કિડીની મસાલેદાર ચટણી

લાલ કિડીની મસાલેદાર ચટણી

છત્તીસગઢની આ વિચિત્ર જનજાતિય વાનગી છે. અહીં આ ચટણીને ચપરાહના નામથી પણ ઓળખવામાં આવે છે. આ લાલ કિડી અને તેના ઇંડામાંથી તૈયાર કરવામાં આવે છે. તેનો સ્વાદ કસૈલા અને તીખો હોય છે.

શરાબી ઝીંગા

શરાબી ઝીંગા

આ એક વિચિત્ર ભોજન છે. જીવીત ઝીંગાને દારૂમાં ડુબાડીને તેને તૈયાર કરવામાં આવે છે.જો કે, તેની ઉત્પત્તિ ચીનમાં થઇ છે, પરંતુ આજે આ ભારતના અનેક વૈભવી હોટલ અને રેસ્ટોરાંમાં મળે છે.

ઉંદરનું માંસ

ઉંદરનું માંસ

ઉત્તરીય થાઇલેન્ડના કારેન હિલ્સની જનજાતિનું આ મનપસંદ ભોજન છે. તેઓ ખાવાના ઉદ્દેશ્ય સાથે ઉંદરોને પોતાના ઘરમાં પાળે પણ છે. જો તમે કંઇક અલગ ટ્રાઇ કરવા માગો છો તો ઉંદરનું માંસ તમને વધારે પસંદ આવશે. અહીંના રેસ્ટોરાંમા તમને આ ભોજન સહેલાયથી મળી શકે છે.

ભ્રૂણ

ભ્રૂણ

આફ્રિકાની જનજાતિયોમા ભ્રૂણનું ભોજન એક સામાન્ય વાત છે. તાજેતરમાં અમેરિકામાં પણ તે ઘણું જ લોકપ્રિય થઇ ગયું છે. તેમજ ચીનના કેટલાક શહેરોમાં પણ ભોજન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

સાંપનો દારૂ

સાંપનો દારૂ

જો તમે દારૂમાં કંઇક અલગ કરવા માગો છો તો તમે સાંપનો દારૂ ટ્રાઇ કરી શકો છો. તેને તૈયાર કરવા માટે સાંપના રાઇસ વાઇનમાં રાખવામાં આવે છે. તેમજ સાંપના શરીરના દ્રવ્ય જેમકે લોહીને દારૂમાં મેળવીને પણ તેને તૈયાર કરવામાં આવે છે.

English summary
Do you love to have some weird tribal foods? Then, you will be happy to know that there are some weird tribal foods, which you can get in the markets. For those who love to try anything as food, here is a list of some common weird tribal foods that are available in the market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X