બેઝ ફ્લેગ ડેટિંગ ટ્રેન્ડ શું છે? જાણો કેમ ઝડપથી પોપ્યુલર થઈ રહ્યો છે?
ડેટિંગમાં સતત નવા નવા ટ્રેન્ડ જોવા મળે છે. આ ક્રમમાં હવે બેઝ ફ્લેગ ડેટિંગ ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દિવસોમાં આ નવો ડેટિંગ ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુવાને તેના વિશે વાત કરી રહ્યા છે.
આ ડેટિંગ ટ્રેન્ડ નવી પેઢીની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ડેટિંગમાં ડેટિંગ સ્ટાઈલ બદલાઈ રહી છે. બેઝ ફ્લેગ ડેટિંગ ડેટિંગની દુનિયામાં નવી વસ્તુ છે પરંતુ હવે તેની ઝડપથી નોંધ લેવાઈ રહી છે.

બેઝ ફ્લેગ ડેટિંગ ટ્રેન્ડ એવા રિલેશન પર આધારિત છે જે સંબંધમાં જરૂરી હોય તેટલા પ્રયત્નો ન કરવાને પરિણામે શરૂ થાય છે. આને તમે એવી રીતે સમજી શકો કે તમે ડેટ પ્લાન કરવા માટે નોન-વેજ રેસ્ટોરન્ટમાં બુકિંગ કરાવ્યું છે પરંતુ તમે સામેની વ્યક્તિ પાસેથી એ જાણવા માંગતા નથી કે તે રેસ્ટોરન્ટમાં આવવા માટે કમ્ફર્ટેબલ છે કે નહીં. તે નોન-વેજ છે કે વેજ વગેરે.
બેઝ ફ્લેગ ડેટિંગ ટ્રેન્ડ કંટાળાજનક વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. બેઝ ફ્લેગ ડેટિંગ ટ્રેન્ડ સામેની વ્યક્તિને બતાવે છે કે તે કેટલી કંટાળાજનક વ્યક્તિ છે અને તે ડેટિંગમાં જોઈએ તેટલો પ્રયત્ન કરવા માંગતી નથી.
ટ્વિટર પર પણ યુઝર્સ બીઝ ફ્લેગ ટ્રેન્ડ વિશે ઘણું બધું શેર કરી રહ્યાં છે. બેજ ફ્લેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં બેઝ ફ્લેગની બોલબાલા જોવા મળી રહી છે.
ટ્વિટર પર ઘણા યુઝર્સ તેના પાર્ટનરના બેઝ ફ્લેગ લક્ષણો વિશે વિગતવાર જણાવી રહ્યા છે. જેમ કે તે વિડીયો ગેમ્સ પ્રત્યે ઉત્સાહી છે? તેને પાઈનેપલ પિઝા ગમે છે? તો આ બીઝ ફ્લેગ ટ્રેન્ડ છે. આ રીતે લોકો હવે ટ્વિટર પર આવા લક્ષણો શેર કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
