મહિલાઓ સાથે દુષ્કર્મ કરતી વખતે આરોપીઓ શું વિચારે છે? રિસર્ચમાં ચૌકાવનારા ખુલાસા થયા
મહિલાઓ માટે ઈજ્જત સૌથી મોટી વસ્તુ હોય છે. કેટલાક નરાધમો મહિલાઓની ઈજ્જતનો વિચાર કર્યા વગર દુષ્કર્મ ગુજારે છે. હવે એક રિસર્ચમાં એ ખુલાસા થયા છે કે મહિલાઓ પર બળાત્કાર ગુજારતી વખતે આ નરાધમો શું વિચારે છે? આ રિસર્ચમાં ચૌકાવનારા ખુલાસા થયા છે.
પહેલા મહિલાઓ સમાજના ડરથી પોતાની સાથે થઈ રહેલી દરીંદગી વિશે વાત નહોતી કરતી પરંતુ હવે મહિલાઓ સામે આવીને અવાજ ઉઠાવી રહી છે. મહિલાઓ ન્યાય માટે રસ્તા પર ઉતરી રહી છે. જો કે બીજી તરફ દરીંદગી કરનારાઓની હિંમત પણ વધી રહી છે.

ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે પુરુષ સ્ત્રીની ઈજ્જત લૂંટીને તેને ખૂબ દુઃખ પહોંચાડે છે. તેને માર મારે છે. તેની પાછળ તેની માનસિકતા શું છે તે જાણવા માટે ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે.
મહિલાઓની ઈજ્જત સાથે રમનારાઓની માનસિકતા જાણવા માટે કેટલાક પ્રયોગો કરાય છે. આવો જ એક પ્રયોગ અમેરિકામાં થયો છે. આ રિસર્ચમાં ઘણા ગુનેગારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં રિસર્ચરોએ અખબારમાં જાહેરાત આપીને આવા ગુનેગારોને બોલવા જણાવ્યું હતું. તેમને આવા આરોપીઓની ઓળખ ગુપ્ત રાખવાનો પણ વાયદો કર્યો. આ જાહેરાત પછી સંશોધકને લગભગ 200 કોલ આવ્યા. આમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે.
આ ગુનેગારોએ ફોન કરીને આવા અપરાધ શા માટે કર્યા તે જણાવ્યું હતું. આ ગુનેગારો રીઢા ગુનેગારો નહોતા. કેટલાક શિક્ષકો હતા તો કેટલાક કમ્પ્યુટર પ્રોગ્રામર હતા. દરેકની પૃષ્ઠભૂમિ અલગ હતી.
આ તમામમાં એક વાત સામાન્ય હતી કે તેને પોતાના ગુનાનો કોઈ પસ્તાવો નહોતો. મોટાભાગના ગુનેગારોના મતે તેમણે ગુસ્સામાં આ કર્યું હતું. તેનો પોતાના પર કંટ્રોલ નહોતો. તેમના મનમાં માત્ર તેમના સંતોષનું જ ધ્યાન હતું.












Click it and Unblock the Notifications
