વ્યક્તિને જ્યારે ખબર પડી કે તેની પત્ની તેની સગી બહેન છે, જાણો પુરી ઘટના
વ્યક્તિએ પોતે આ વાત સોશિયલ મીડિયા પર લોકો સાથે શેર કરી છે કે તેની સાથે એક વિચિત્ર ઘટના બની છે. આ વ્યક્તિને તેના જન્મ પછી તરત જ કોઈ દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં તે તેના માતાપિતા વિશે કંઈ જાણતો ન હતો.
આ દુનિયામાં લગ્નને લઈને ઘણી પરંપરા અને રીતિ-રિવાજો અસ્તિત્વમાં છે. વિવિધ સમાજો અને સંસ્કૃતિ અનુસાર આ નિયમો બદલાય છે. જો કે તમામ સમાજોમાં વિવિધતા વચ્ચે એક વાત સામાન્ય છે કે મોટાભાગના સમાજોમાં લોહીના સંબંધમાં લગ્ન કરતા નથી. ધર્મ, જાતિ અને ગોત્ર જેવી અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે ત્યારે આજે તમને એક અજીબોગરીબ ઘટનાની વાત કરવાના છીએ. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે લોકો ચૌકી ગયા હતા.

અજીબોગરીબ ઘટના
લગ્નમાં લોહીના સંબંધમાં લગ્ન ન કરવા એ માત્ર એક રૂઢિચુસ્ત પરંપરા છે એવુ નથી, આની પાછળના કારણોને મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે. ડીએનએ અને બ્લડ મેચમાં થવાથી લગ્ન થવાથી આવનારી પેઢીમાં આનુવંશિક ખામીઓનું જોખમ રહે છે. હવે આવી જ એક ઘટના સામે આવી છે. ભલે અજાણતા થઈ હોય પરંતુ આવી જ એક ઘટના બની છે. આમાં લગ્નના 6 વર્ષ પછી ખબર પડી કે તેણે જે છોકરી સાથે પોતાનો પરિવાર સેટલ કર્યો છે તે તેની પોતાની બહેન છે.

અજાણતા જ લગ્ન કર્યા
એક મીડિયા રિપોર્ટ અનુસાર, વ્યક્તિએ પોતે આ વાત સોશિયલ મીડિયા પર લોકો સાથે શેર કરી છે કે તેની સાથે એક વિચિત્ર ઘટના બની છે. આ વ્યક્તિને તેના જન્મ પછી તરત જ કોઈ દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં તે તેના માતાપિતા વિશે કંઈ જાણતો ન હતો.

તેની પત્ની તેની સગી બહેન નીકળી
આ વ્યક્તિએ મોટા થઈને તેનું તેના જ શહેરની એક છોકરી સાથે અફેર હતું અને બંનેએ 2 વર્ષ ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા. તેને બે બાળકો પણ થયા. બાળકોના જન્મ પછી પત્ની બીમાર પડવા લાગી. આ બીમારીની સારવાર દરમિયાન વ્યક્તિની સામે આ રહસ્ય ખુલ્યુ કે તેણે જે છોકરી સાથે લગ્ન કર્યા તે તેની સગી બહેન છે.












Click it and Unblock the Notifications
