જ્યારે એક મહિલાના લોકરમાં પડેલા 18 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ, જાણો શું છે પુરી ઘટના?
તમે વિચારો કે તમારી જિંદગીભરની કમાણી એક ઝાટકમાં ખતમ થઈ જાય તો? તમને જાણીને નવાઈ લાગશે કે આજે આપણે જેની વાત કરી રહ્યા છીએ તેની સાથે પણ આવુ જ થયુ.
સામાન્ય રીતે પોતાની કિંમતી વસ્તુઓને ચોર-લુટારાથી બચાવવા માટે લોકો બેંક લોકરનો સહારો લેતા હોય છે. આ મહિલાએ પણ આવુ જ કર્યુ. જો કે તેને ક્યારેય વિચાર્યુ નહીં હોય કે તેની જિંદગીભરની કમાણી એક ઝટકામાં ખતમ થઈ જશે.

યુપીના મુરાદાબાદની આ ઘટનાની આ દિવસોમાં ખુબ જ ચર્ચા છે. એક મહિલાએ અહીં બેંક લોકરમાં પોતાની જિંદગીભરની કમાણીના 18 લાખ રૂપિયા રાખ્યા હતા. જો કે તે તેની દિકરીના લગ્નમાં તે ખર્ચ કરે તે પહેલા જ ઉધઈ ખાઈ ગઈ.
મહિલાએ તેની પુત્રીના લગ્ન માટે પૈસા ભેગા કર્યા હતા અને લોકરમાં પૈસા અને કેટલાક ઘરેણાં રાખ્યા હતા. એક વર્ષ પછી જ્યારે તેણીએ લોકર ખોલ્યું તો તેને જોઈને તે ચોંકી ગઈ. તેના તમામ રૂપિયા ઉધઈ ચટ કરી ગઈ હતી.
મુરાદાબાદની રહેવાસી અલકા પાઠકે ગયા વર્ષે ઓક્ટોબરમાં બેંક ઓફ બરોડાની આશિયાના શાખાના લોકરમાં 18 લાખ રૂપિયા રાખ્યા હતા. હાલમાં જ બેંક કર્મચારીઓએ તેનો સંપર્ક કર્યો અને તેને લોકર કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા કહ્યું. આ માટે વિગતો સાથે બેંકને ફોન કર્યો.
જ્યારે અલકા લોકર ચેક કરવા ગઈ તો તે જોઈને ચોંકી ગઈ. દીકરીના લગ્ન માટે તેણે ખૂબ મહેનત કરીને જે રોકડ બચાવી હતી તે બધી ધૂળ થઈ ગઈ હતી. ઉધઈએ તેના તમામ રૂપિયા ચટ કરી નાંખ્યા હતા.
આ પછી તેણીએ બેંક અધિકારીઓને જાણ કરી. આ જોઈને બેંક અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કર્મચારીઓએ જણાવ્યું કે, તેઓએ અહેવાલ મુખ્યાલયને મોકલી દીધો છે. અલકાનો આરોપ છે કે બેંક અધિકારીઓ તેની સાથે કોઈ માહિતી શેર કરી રહ્યા નથી. રિઝર્વ બેંકના કાયદા અનુસાર તમે લોકરમાં રોકડ રાખી શકતા નથી. તેમાં માત્ર ઘરેણા અને મૂલ્યવાન દસ્તાવેજો જ રાખવાની મંજૂરી છે.
હવે સવાલ એ છે કે અલકાને તેની રોકડ રકમ મળશે કે નહીં? તો જણાવી દઈએ કે, જો ચોરી, ઘરફોડ કે લૂંટના કારણે લોકરમાં કોઈ નુકશાન થાય તો તેની જવાબદારી બેંકની રહે છે. આવું થાય તો બેંક તમને વર્તમાન સેફ ડિપોઝિટ લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા ચૂકવવા માટે જવાબદાર રહેશે. આ વળતર આગ, મકાન ધરાશાયી અથવા છેતરપિંડીના કિસ્સામાં પણ લાગુ પડે છે. આરબીઆઈએ આ વર્ષની શરૂઆતમાં આ નિયમો લાગુ કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
