સોશિયલ મીડિયા પર મીમ્સમાં છવાયેલી આ ક્યૂટ બાળકી કોણ છે? આજે પુરી દુનિયા ઓળખે છે
સોશિયલ મીડિયા કોઈપણ વ્યક્તિને રાતોરાત સ્ટાર બનાવી દે છે. મીમ્સના આ જમાનામાં કોઈપણ વ્યક્તિ કે ફોટો રાતોરાત દુનિયાભરમાં ફેલાઈ જાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક બાળકી આવી જ રીતે વાયરલ થઈ છે. આ ક્યૂટ બાળકી વિશે બધા જાણવા માંગે છે.
સોશિયલ મીડિયા મીમ્સમાં આજકાલ આ ક્યૂટ બાળકી દરેક જગ્યાએ તમને જોવા મળશે. યુઝર્સ તેના ઢગલો મીમ્સ શેર કરી રહ્યા છે. તમે રોજ જોઈ રહ્યા છો પરંતુ તમને એ નહીં ખબર હોય કે આ બાળકી છે કોણ?

પોતાના ક્યૂટ એક્સપ્રેશનથી લોકોના દિલો પર છવાઈ ગયેલી આ બાળકીનું નામ જિનમીરન છે અને અને ઘરના લોકો તેને લાડમાં રોહી કહીને બોલાવે છે. મોટાભાગના લોકો માને છે કે જિનમીરન જાપાન અથવા ચીનની છે પરંતુ એવું નથી.
વાયરલ થઈ રહેલી જિનમીરન દક્ષિણ કોરિયાની નાગરિક છે અને હવે તે 7 વર્ષની છે. લોકોને જિનમીરનના ચહેરાના હાવભાવ ખુબ જ પસંદ આવે છે અને તેન મીમ્સ સતત શેર કરવામાં આવી રહ્યા છે.
આ બાળકી ભારત, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન જેવા દેશોમાં ફેમસ છે અને તેના નામ પર ઘણા ફેન પેજ બનાવવામાં આવ્યા છે. રોહી સિવાય તેની નાની બહેન રોમીના એક્સપ્રેશનના હજારો મીમ્સ પણ ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે રોહી એક લિટલ મોડેલ છે. તે ફૂડ, કપડાં અને સજાવટની જાહેરાત કરે છે. રોહી અને રોમી જે માલની જાહેરાત કરે છે તેના ઉત્પાદનો બજારમાં ઝડપથી વેચાય છે.
કહેવાય છે કે રોહીની નાની બહેન રોમી પમીમ્સની દુનિયામાં છવાઈ જશે. રોહી તેના મીમ ફેસને કારણે ઘણા દેશોમાં વાયરલ થાય છે. તમે સોશિયલ પ્લેટફોર્મ પર તેની તસવીરો સાથે ઘણા મીમ્સ જોઈ શકો છો. લોકોને રોહીના ચહેરાના હાવભાવ સાથેના મેમ્સ પણ ગમે છે. રોહીના પરિવારમાં તેની નાની બહેન રોમી ઉપરાંત તેના માતા-પિતા છે.












Click it and Unblock the Notifications
