પ્રેમીઓને હંસોની જોડી કેમ કહેવામાં આવે છે? જાણો શું છે તેની પાછળની કહાની?
તમે ઘણા એવા કપલ જોયા હશે જેને લોકો પ્રેમથી હંસોની જોડી કહીને સંબોધન કરતા હોય છે. પ્રેમની પરાકાષ્ઠા સાથે રહેતા આવા કપલ લોક માટે આદર્શ હોય છે. જો કે તમે એ નહીં જાણતા હોય કે તેમને હંસોની જોડી કેમ કહેવાય છે?
હંસની જોડી પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. હંસોની જોડી વચ્ચે એટલો ઊંડો પ્રેમ હોય છે કે તે જીવનભર એકબીજા સાથે રહે છે. સામાન્ય સંજોગોમાં અલગ થવાની સંભાવના માત્ર 6 ટકા છે. તેમના પરસ્પર પ્રેમને કારણે આવો ઉંડો પ્રેમ ધરાવતા લોકોને હંસોની જોડી કહીને સંબોધવામાં આવે છે.

હિંદુ ધર્મમાં હંસનું ખાસ મહત્વ છે. હંસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીનું વાહન છે. હંસને તેના તેજસ્વી રંગને કારણે શુદ્ધતા અને નિર્દોષતાનું પ્રતીક પણ માનવામાં આવે છે.
જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હંસ માત્ર સફેદ જ નથી હોતા. ઓસ્ટ્રેલિયામાં કાળા હંસ જોવા મળ્યા છે. કહેવાય છે કે હંસ ખૂબ વફાદાર હોય છે. આે જીવનસાથી સાથેનો પ્રેમમાં વફાદારી સાથે સરખાવવામાં આવે છે. હંસ સ્વભાવે પણ ખૂબ જ લાગણીશીલ હોય છે.
હંસની યાદશક્તિ વિશે કહેવાય છે કે તે વર્ષો સુધી કંઈપણ ભૂલતા નથી. તેઓ તેમના સાથીદારો અને સમુહની ખૂબ કાળજી લે છે અને સમુહમાં જ ઉડે છે. જ્યારે હંસ સમુહમાં ઉડે છે ત્યારે તેઓ V આકાર બનાવીને ઉડે છે. હંસ વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળે છે અને તેની ઘણી પ્રજાતિઓ છે.












Click it and Unblock the Notifications
