સેલ્ફી પાછળ કેમ પાગલ થઈ રહ્યા છે લોકો? જાણો શું કહે છે જાણકારો?

દુનિયામાં આજે તમને ગમે તે જગ્યાએ કોઈને કોઈ વ્યક્તિ સેલ્ફી ક્લિક કરતી જોવા મળશે. સોશિયલ મીડિયાથી લઈને લગ્ન સુધી તમામ જગ્યાએ સેલ્ફી છવાયેલી રહે છે. સેલ્ફીની ઝડપથી વધેલી લોકપ્રિયતા પાછળ ઘણા કારણો છે. આજે આપણે એ કારણો વિશે જ વાત કરવાના છીએ.

યુવાનોને પાગલ બનાવનારી સેલ્ફી પાછળ ઘણા કારણો છે. વધી રહેલા સેલ્ફીના ટ્રેન્ડના કારણે હવે તેને લઈને રિસર્ચ પણ શરૂ થયા છે. આ રિસર્ચમાં ઘણી ચૌકાવનારી બાબતો સામે આવી છે.

selfi

જર્મનીની યુનિવર્સિટી ઓફ ટ્યુબિંગેન અને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોએ સાથે મળીને સેલ્ફીને લઈને એક અભ્યાસ હાથ ધર્યો છે. આમાં રિસર્ચરોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે લોકો સેલ્ફી પાછળ આટલા પાગલ કેમ થઈ રહ્યા છે? 2113 લોકો પર હાથ ધરાયેલા આ રિસર્ચમાં ઘણા ચૌકાવનારા તથ્યો સામે આવ્યા છે.

સેલ્ફીનો મનોવિજ્ઞાન સાથે સીધો સંબંધ છે. આ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, લોકો દુનિયાને એ જ ફોટો દેખાડવાની ઈચ્છા રાખે છે જે તે જોવા માંગે છે. લોકો સેલ્ફી એટલા માટે લે છે કે તેમને ડર છે કે તેને જેવો ફોટો જોઈએ છે એવો ફોટો અન્ય વ્યક્તિ ક્લિક કરે તો નહીં આવે.

રિસર્ચરોએ જણાવ્યુ કે, જ્યારે પણ આપણે સેલ્ફી લઈએ છીએ ત્યારે આપણે શારીરિક દેખાવનું ડોક્યુમેન્ટેશન કરીએ છીએ.રિસર્ચ રાઈટર ઝાચરી નીસે જણાવ્યુ કે, સેલ્ફી જેવા અંગત ફોટા લોકોને જૂની યાદો સાથે જોડવામાં મદદ કરે છે.આવા ફોટા સામે આવતા તે સમયની તમામ યાદો તાજી થઈ જાય છે

ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર લિસા લિબ્બીએ જણાવ્યું કે, આ તસવીરો સાથે આપણે તે સમગ્ર ઘટનાને ફરીથી જીવવાનું શરૂ કરીએ છીએ. ફોટો તમને તે એન્વાયરમેન્ટમાં પાછા લઈ જાય છે.

રિસર્ચમાં સામેલ લોકોને એવીી તસવીરોને રેટીંગ આપવા કહેવાયુ જે તેમને વધુ યાદ હોય. આમાં મોટાભાગના લોકોએ સેલ્ફી લીધી. બીજી ટીમને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તસવીરો શોધવાનું કહેવામાં આવ્યું ત્યારે લગભગ તમામ લોકોએ એ જ તસવીરો પસંદ કરી જે તેમણે પોતે લીધેલી હતી. તેમના વિશે વિગતવાર માહિતી પણ હતી.

આમાં બહુ ઓછા લોકો એવા હતા જેને બીજા દ્વારા લેવામાં આવેલી તસવીરો પસંદ કરી. ડૉ. નીસે અનુસાર, આ દર્શાવે છે કે ફોટા લેનારા લોકોનો પણ ખૂબ જ અંગત હેતુ હોય છે. આમાંથી એક નાર્સિસિઝમ છે. તે પોતાની જાતને પસંદગીની રીતે અન્ય લોકો સમક્ષ રજૂ કરવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X