જેલમાં કેદીઓને સફેદ કપડા જ કેમ પહેરાવાય છે? જાણો ક્યારથી શરૂઆત થઈ?
ગુનેગારોને કોર્ટે સજા સંભળાવ્યા બાદ જેલમાં મોકલવામાં આવે છે. જેલમાં કેટલાક સખ્ત નિયમો હોય છે અને તમામ કેદીઓને તેનું પાલન કરવુ પડે છે. જેલમાં એક નિયમ કપડાને લઈને પણ છે. જેલમાં કેદીઓને સફેદ કપડા જ પહેરાવવામાં આવે છે અને તેની પાછળ કેટલાક કારણો છે.

કેદીઓના આ ડ્રેસ કોડની શરૂઆત પાછળ ઇતિહાસ છે. કહેવાય છે કે ઓબર્ન સિસ્ટમ 18મી સદીમાં અમેરિકામાં દાખલ કરવામાં આવી અને તે અંતર્ગત જેલ અને ત્યાં બંધ કેદીઓ માટે કેટલાક નિયમો બનાવાયા. આ પછી આધુનિક જેલોની શરૂઆત પણ થઈ. આ સિસ્ટમ બાદ કેદીઓને ગ્રે-બ્લેક કલરના ડ્રેસ આપવામાં આવ્યા, જેમાં લાઈન બનેલી હતી. બનાવવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, જો કોઈ કેદી જેલમાંથી ભાગી જાય છે તો જેલનો અલગ ડ્રેસ હોવાથી તેને પકડવામાં મદદ મળે છે. આ ડ્રેસ કોડ રાખવા પાછળ એક તર્ક એ પણ છે કે સામાન્ય લોકો આ પ્રકારના કપડા નથી પહેરતા. આ સ્થિતિમાં લોકો ફરાર કેદીને જોઈને તો પોલીસને જાણ કરી શકે અને કેદીને પકડવામાં મદદ મળે.
આ સિવાય કેદીઓને આ પ્રકારનો ડ્રેસ આપવા પાછળ અનુશાસન પણ છે. ગ્રે-બ્લેક પટ્ટાવાળા ડ્રેસને શરમના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જેથી ગુનેગારો તેમના ગુનાઓ માટે પસ્તાવો કરી શકે. જ્યારે કેદીઓના માનવાધિકારની વાત રાખવામાં આવી ત્યારે શરમના પ્રતીકે હટાવવામાં આવ્યુ.
સફેદ રંગ આપવા એક કારણ એ પણ અપાય છે કે આ રંગમાં ગરમી ઓછી લાગે છે. ઉનાળામાં કેદીઓને રાહત રહે છે. આ સિવાય સફેદ રંગ દૂરથી દેખાય છે. ભાગી જવાની સ્થિતીમાં તેને દુરથી જોઈ શકાય છે.
19મી સદીમાં ડ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યો અને બ્લેક-વ્હાઈટ ડ્રેસ નક્કી કરાયો. મળતી માહિતી મુજબ, આ ડ્રેસ ફક્ત તે જ કેદીઓને આપવામાં આવે છે જેમની સજા નક્કી હોય. આ સિવાય અટકાયતમાં લેવાયેલા કેદીઓ સામાન્ય કપડા જ પહેરે છે.












Click it and Unblock the Notifications
