રોડ પર ઝેબ્રા ક્રોસિંગ કેમ બનાવવામાં આવે છે? મોટાભાગના લોકો આ વાત નથી જાણતા
તમે રસ્તા પર નીકળો ત્યારે તમે રસ્તા પણ ઘણા બધા નિશાન જોયા હશે. આમાંથી એક નિશાન ઝેબ્રા ક્રોસિંગ પણ છે. ઝેબ્રા ક્રોસિંગ તો તમે જોયા હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના લોકો તેને કેમ બનાવવામાં આવે છે તેની જાણ નથી.
સામાન્ય રીતે લોકો રોડ ક્રોસ કરવા માટે જે વ્હાઈટ પટ્ટાનો ઉપયોગ કરે છે તેને ઝેબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. ઝેબ્રા ક્રોસિંગ ક લોકોની સુવિધા અને સલામતી માટે બનાવવામાં આવ્યા છે આનાથી વાહનચાલકો અને રોડ ક્રોસ કરનારાઓને ખબર પડે કે ક્યાંથી રસ્તો ક્રોસ કરવો. જો કે કાળા અને સફેદ પટ્ટાઓનો અર્થ શું છે એ પણ જાણવુ જરૂરી છે.

અહેવાલો અનુસાર, ઈંગ્લેન્ડમાં ટ્રાફિક વધતા રસ્તાઓ પર જામ અને અરાજકતાની સ્થિતિ સર્જાઈ અને સૌથી પહેલા 1930માં પહેલી વખત ત્યાં ઝેબ્રા ક્રોંસિંગ બનાવાયા. આ માત્ર એક પ્રયોગ તરીકે બનાવાયા હતા. આના માટે રોજ એક મિનિસ્ટરને જવાબદારી સોંપવામાં આવી. આ પટ્ટા ઝેબ્રા જેવા દેખાતા હોવાથી તેના ઝેબ્રા નામ મળ્યુ.
ક્રોસિંગ બનાવવા આ પહેલા વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમાં સફેદ પટ્ટા સૌથી ચમકીલા લાગતા હોવાથી તેનો ઉપયોગ વધવા લાગ્યો. ડામરના બનેલા રોડ પર સફેદ પટ્ટા છાપવામાં આવે ત્યારે તે ઉભરી આવે છે અને સરળતાથી જોઈ શકાય છે. તે પછી તેને તેનો રંગ સફેદ રાખવામાં આવ્યો.
તમને જાણીને નવાઈ લાગશે કે આમાં સમય સાથે ઘણા ફેરફાર થયા છે. સ્પેનમાં એક એવું શહેર છે જેમાં પટ્ટાઓની જગ્યાએ પોલ્કા ડોટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તે સ્થળની ગાયોના શરીર પર આવા જ ડોટ્સ જોવા મળે છે. આથી આ ક્રોસિંગને કાઉ ક્રોસિંગ તરીકે ઓળખવામાં આવે છે. હોંગકોંગમાં પીળી પટ્ટીઓ સાથે ક્રોસિંગ બનાવવામાં આવ્યા છે. જેને ટાઇગર ક્રોસિંગ કહેવામાં આવે છે.












Click it and Unblock the Notifications
