તમામ લોકો ડાબા હાથમાં જ કેમ ઘડિયાળ પહેરે છે? જાણો શું છે કારણ?
આ દુનિયામં કેટલીક બાબતો કોઈપણ પ્રકારના નિયમો વગર એક સરખી રીતે જ થતી જોવા મળે છે. આવી જ એક બાબત છે ડાબા હાથમાં જ ઘડિયાળ પહેરવી. તમે જોયુ હશે કે તમામ લોકો ડાબા હાથમાં જ ઘડિયાળ પહેરે છે. આજે અમે તમને આમ કરવા પાછળનું કારણ જણાવવાના છીએ.
દુનિયામાં ભાગ્યે જ એવો કોઈ માણસ હશે જે ડાબાની જગ્યાએ જમણા હાથે ઘડિયાળ પહેરતો હશે. ડાબા હાથે ઘડિયાળ પહેરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે જમણો હાથ હંમેશા કામમાં વ્યસ્ત રહે છે. માણસના મોટાભાગના કામ જમણા હાથથી થાય છે. આ જ કારણ છે કે ઘડિયાળને સુરક્ષિત રાખવા ડાબા હાથમાં ઘડિયાળ પહેરાય છે.

આ સિવાય અન્ય એક કારણ એ પણ છે કે આપણે કોઈ પણ વસ્તુને આપણા જમણા હાથથી પકડેલી હોય તો આપણે સમય જોવો હોય તો જોઈ શકતા નથી. આ કારણથી પણ લોકો મોટાભાગે ડાબા હાથ પર ઘડિયાળ પહેરે છે.
અહીં નોંધ કરવા જેવી એક બાબત એ પણ છે કે ઘણા ડાબોડી લોકો પણ ડાબા હાથે જ ઘડિયાળ પહેરે છે. આમ કરવા પાછળનું એક માત્ર કારણ એ છે કે તે ટ્રેન્ડ સાથે ચાલી રહ્યા છે. બધા ડાબા હાથે ઘડિયાળ પહેરે એટલે એ ડાબા હાથે પહેરે છે.
ઈતિહાસ પર નજર કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે ઈતિહાસમાં જ્યારે પહેલીવાર ઘડિયાળ બનાવવામાં આવી ત્યારે તે હાથ માટે નહીં પરંતુ ખિસ્સામાં રાખવા માટે બનાવાઈ હતી. ઘણા લોકો વર્ષો સુધી ખિસ્સામાં ઘડિયાળો રાખતા હતા. આ સમયે માત્ર એવા લોકો પાસે ઘડિયાળ હતી જે અમીર હતા. દક્ષિણ આફ્રિકામાં ખેડૂત સંઘર્ષ દરમિયાન પોકેટ ઘડિયાળો ખૂબ જ લોકપ્રિય બની હતી.












Click it and Unblock the Notifications
