પક્ષીઓ V આકારમાં જ કેમ ઉડે છે? એકદમ ચૌકાવનારૂ છે કારણ?
પક્ષીઓની દુનિયા વિવિધતાઓથી ભરેલી છે. જો ઉડતી નજર કરો તો તમને ખબર પડે કે પક્ષીઓ દુનિયામાં સૌથી વધુ પ્રવાસ કરે છે. પક્ષીઓ હજારો કિલોમીટર ઉડતા રહે છે. તમે પણ આકાશમાં પક્ષીઓને V આકાર બનાવીને ઉડતા જોયા હશે. જો કે મોટાભાગના લોકો એ નથી જાણતા કે પક્ષીઓ V આકારમાં જે કેમ ઉડે છે?
તમે આકાશમાં જઈ રહેલા પક્ષીઓ પર નજર કરો તો તમને એ V આકારમાં જ ઉડતા જોવા મળે છે. પક્ષીઓ હજારો કીલોમીટર એક જ આકાર બનાવીને ઉડતા રહે છે. તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે વૈજ્ઞાનિકો આ વિષય પર લાંબા સમયથી રિસર્ચ કરી રહ્યા છે. તેમાંથી જ કેટલીક ચૌકાવનારી બાબતો સામે આવી છે.

પુરી દુનિયા વિજ્ઞાનના સિદ્ધાતોથી એકબીજા સાથે જોડાયેલી છે. પક્ષીઓની આમ ઉડવાની રીત પાછળ પણ સાયન્સ કામ કરે છે. રિસર્ચ અનુસાર, પક્ષીઓ V આકારમાં ઉડે તેની પાછળ બે મુખ્ય કારણ છે. પહેલું એ કે V આકારમાં ઉડવાને કારણે ઉડવું સરળ બને છે. આમ કરવાથી તે એકબીજા સાથે ટકરાતા નથી.
અન્ય એક કારણ એવુ છે કે પક્ષીઓના ટોળામાં એક લિડર હોય છે. તે ઉડતી વખતે બાકીના પક્ષીઓને માર્ગદર્શન આપે છે. પક્ષીઓ ટોળામાં ઉડે છે ત્યારે આ લિડર સૌથી આગળ રહે છે. બીજા બધા તેની પાછળ ઉડતા રહે છે. જો કે વૈજ્ઞાનિકોમાં અભિપ્રાય બાબતે મતમતાંતર છે.
લંડન યુનિવર્સિટીની રોયલ વેટરનરી કોલેજના સંશોધન અનુસાર, જ્યારે પક્ષીઓ ટોળું બનાવીને V આકારમાં ઉડે છે ત્યારે આકાશમાં ઉડતી વખતે હવાને કાપવી સરળ બને છે. આ સિવાય સાથે ઉડતા પક્ષીઓને પણ ઉડવાનું સરળ બને છે. આમ કરવાથી શારીરિક ઉર્જા પણ બચે છે. સંશોધકો અનુસાર, પક્ષીઓ વી આકારમાં ઉડવાની કળા મોટા થઈને શીખે છે.












Click it and Unblock the Notifications
