વકીલો બ્લેક કોટ જ કેમ પહેરે છે? જાણો શું છે કારણ?

તમારી સામે કોઈ વકીલ કે કોર્ટનો ઉલ્લેખ કરે તો તરત જ તમને બ્લેક કોટમાં વકીલનો ચહેરો દેખાશે. પણ શું તમે જાણો છો કે વકીલો બ્લેક કોટમાં જ કેમ જોવા મળે છે? ભારતમાં વકીલોએ બ્કેટ કોટ પહેરવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે કરી?

વકીલોના બ્લેક કોટ પાછળ એક નહીં ઘણા કારણ છે. કહેવાય છે કે 1694માં ક્વીન મેરીનું શીતળાના કારણે મૃત્યુ થયું હતું. ત્યારબાદ રાજા વિલિયમસને આદેશ આપ્યો હતો કે કોર્ટના તમામ ન્યાયાધીશો અને વકીલોએ રાણીના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે બ્લેક ગાઉન પહેરીને આવે.

lawyers

એક માન્યતા એવી પણ છે કે, વકીલો માટે બ્લેક ડ્રેસનો પ્રસ્તાવ 1637માં મૂકવામાં આવ્યો હતો. આ પાછળ તર્ક અપાયો કે વકીલો બાકીના લોકોથી અલગ દેખાઈ શકે.

આ સિવાય અન્ય એક તર્ક એ પણ આપવામાં આવે છે કે, ઈંગ્લેન્ડના રાજા ચાર્લ્સ 2 ના મૃત્યુ પર ન્યાયાધીશો અને વકીલોને બ્લેક પહેરવાના આદેશ આપવામાં આવ્યા. અન્ય એખ કારણ એ છે કે આ રંગ સરળતાથી મેલો નથી થતો અને રોજ પહેરી શકાય છે. શરૂઆતના સમયમાં કોર્ટમાં સોનેરી લાલ કપડા અને ભૂરા રંગના ગાઉન પહેરવામાં આવતા હતા.

અહેવાલો અનુસાર, બ્રિટિશ રાજ દરમિયાન ન્યાયાધીશો અને વકીલો બ્લેક ગાઉન અને સૂટ પહેરતા હતા. આઝાદી પછી 1965માં ભારતમાં તેને ફરજિયાત બનાવાયો. શિસ્ત માટે આ ડ્રેસ કોડનો ઉપયોગ કરવામાં આવ્યો. બ્લેક કોટ શિસ્ત અને આત્મવિશ્વાસની નિશાની માનવામાં આવે છે. માત્ર ભારત જ નહીં વિશ્વભરના વકીલો માત્ર બ્લેક કોટ પહેરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X