દિવસે પણ કેમ ચાલુ રહે છે વાહનોની હેડલાઈટ? આ છે કારણ
તમે બાઈક ચલાવો અથવા તો કોઈને બાઈક ચલાવતા રોડ પર જુઓ તો તમે એક વાત નોટીસ કરી હશે કે દિવસે પણ બાઈકની હેડલાઈટ ચાલુ જ રહે છે. આ જોઈને તમને સવાલ થતો હશે કે આવુ કેમ થાય છે?
સવાલ એ છે કે દિવસ દરમિયાન હેડલાઇટની જરૂર? શું દિવસ દરમિયાન હેડલાઇટ ચાલુ રાખવાથી ખોટી રીતે ઉર્જાનો વ્યય ન થાય? જો કે આ નિયમને બહુ વિચારીને બનાવવામાં આવ્યો છે અને તેની પાછળ ઘણા કારણ છે.

નવા વાહનોની લાઈટો દિવસે પણ ચાલુ કહે તેની પાછળ સરકારના નિયમો છે. પહેલા જે વાહનો ખરીદાતા હતા તે BS-III કેટેગરીના વાહનો હતા. હવે જે વાહનો ખરીદાય છે તે BS-4 વાહનો છે.
BS-4 એન્જિનની ખાસિયત એ છે કે તમે એન્જિન શરૂ કરતાની સાથે જ વાહનોની લાઇટ આપોઆપ ચાલુ થઈ જાય છે અને જ્યાં સુધી તમે એન્જિન બંધ ન કરો ત્યાં સુધી ચાલુ રહે છે.
તમને સવાલ થતો હશે કે એક તરફ દુનિયામાં ઉર્જા બચાવવાની વાતો ચાલી રહી છે ત્યારે આવું કેમ? જણાવી દઈએ કે, આ એટલા માટે કરવામાં આવ્યું છે કે ભારતમાં માર્ગ અકસ્માતો ઘટાડી શકાય. સરળ ભાષામાં સમજીએ તો ભારતમાં વાહનની લાઇટ ન હોવાને કારણે દર વર્ષે અનેક માર્ગ અકસ્માતો થતા હતા અને તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવતા હતા.
આ જ કારણ છે કે સરકારે નિર્ણય લીધો છે કે હવે BS-4 એન્જિનવાળા વાહનોમાં હેડલાઈટ સતત ચાલુ રહેશે. જો કે ઊર્જા બચાવવા માટે સરકાર નજીક આવતા વાહનોમાં સેન્સર સ્થાપિત કરવા માંગે છે જેથી સનસેટ બાદ હેડલાઇટ ચાલુ થઈ જાય. આનાથી પર્યાવરણને ઘણો ફાયદો થશે.












Click it and Unblock the Notifications
