સ્વિમિંગ પુલમાં ઉતરતા જ પેશાબ કેમ લાગે છે? કારણ ચૌકાવનારૂ છે
સ્વિમિંગ એક ઉત્તમ એક્સરસાઇઝ છે. એટલે જ ઘણા લોકો રૂટિન સ્વિમિંગ કરતા જોવા મળે છે. જો કે સ્વિમિંગ કરતા લોકોની એક ફરિયાદ છે કે તેમને સ્વિમિંગ દરમિયાન તેમને પેશાલ લાગવાનો પ્રોબ્લેમ થાય છે. આજે અમે તમને આમ થવા પાછળનું કારણ જણાવવાના છીએ.
સ્વિમિંગ પૂલમાં વધુ સમય રહેવાથી મૂત્રાશય વધુ સક્રિય થઈ જાય છે. સરળ ભાષામાં કહીએ તો જ્યારે તમે સ્વિમિંગ પૂલમાં વધુ સમય સુધી રહો છો ત્યારે તમને પેશાબ કરવાની ઈચ્છા થાય છે. આ કારણે પણ ઘણી વખત લોકો સ્વિમિંગ પૂલમાં પેશાબ કરે છે.

એક રિસર્ચ અનુસાર, સ્વિમિંગ પૂલમાં લગભગ 110,000 ગેલન પાણીમાં 8 ગેલન પેશાબ હોય છે. સ્વિમિંગ પૂલમાં નહાનારા લોકો તેમાં પેશાબ કરે છે. આવું એટલા માટે થાય છે કારણ કે, સ્વિમિંગ પૂલમાં થોડો સમય વિતાવ્યા પછી મૂત્રાશય પર એટલું દબાણ આવે છે કે પેશાબને નિયંત્રિત કરી શકાતો નથી અને તેને પૂલમાં કરી દે છે. મેન્ટલ ફ્લોસમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, આ બધું ઇમર્સન ડાય્યુરેસિસને કારણે થાય છે.
જ્યારે શરીરમાં આ સ્થિતિ ઉત્પન્ન થાય છે શરીર પેશાબને નિયંત્રિત કરી શકતું નથી અને સ્વિમિંગ પૂલમાં જ પેશાબ થઈ જાય છે. લાંબો સમય પૂલમાં રહેવાને કારણે તમારા આંતરિક અવયવોમાં લોહી ઝડપથી વહેવા લાગે છે અને તેનાથી તમારું બ્લડ પ્રેશર પણ વધે છે, જેના કારણે તમારી કિડનીમાં પ્રવૃત્તિ વધે છે અને તમારું શરીર અંદરના પ્રવાહીને ઝડપથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આ પણ એક કારણે છે કે સ્વિમિંગ પૂલમાં ઉતરતા જ પેશાબ લાગી જાય છે.
જ્યારે તમે પાણીમાં ઉંડી ડાઈવ લગાવો છો ત્યારે જેમ જેમ પાણીનું દબાણ વધે છે તેમ તેમ તમારું બ્લડ પ્રેશર વધવા લાગે છે અને કિડની શરીરની અંદર પાણીને ઝડપથી ફિલ્ટર કરવાનું શરૂ કરે છે. આ સ્થિતિમાં ઝડપી પેશાબ લાગે છે. ઠંડા પાણી સાથે પણ આવું જ થાય છે.












Click it and Unblock the Notifications
