ઘુંટણ પર બેસીને પ્રપોઝ કેમ કરાય છે? જાણો આની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?
હિન્દી ફિલ્મોમાં ઘણા રોમેન્ટિક સીનમાં તમે જોયુ હશે કે પાર્ટનર તેની પ્રેમિકાને ઘુંટણે બેસીને લગ્ન કરવા માટે પ્રપોઝ કરે છે. આ ટ્રેન્ડ રિયલ લાઈફમાં પણ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આવુ કેમ કરાય છે અને પ્રપોઝ કરવાનો આ ટ્રેન્ડ કેવી રીતે શરૂ થયો?
પ્રેમીઓની આ પસંદગીની પ્રપોઝ સ્ટાઈલની શરૂઆત ક્યારે થઈ તેના કોઈ ચોક્કસ પુરાવા નથી. જાણકારો અનુસાર, પ્રપોઝની આ સ્ટાઈલ એક વાયદો દર્શાવે છે. આ પરંપરા મધ્યકાલીન યુગમાં શરૂ થઈ. તે સમયે જમાનામાં યોદ્ધા ભદ્ર સ્ત્રીઓ સામે ઘૂંટણિયે પડીને નમતા હતા. ઘણી ઔપચારિક વિધિ માટે પછી ઘૂંટણિયે પડવું એ એક પ્રોટોકોલ હતો. તેની ઝલક તે સમયગાળાના ચિત્રોમાં જોવા મળે છે.

તે સમયગાળામાં ઘૂંટણિયે પડવું એ આદરની નિશાની હતી અને શૂરવીરો તેમની સામે ઘૂંટણિયે પડીને તેના લીડરને આદર આપતા. આજના સમયમાં ઘૂંટણિયે પડીને પ્રપોઝ કરવું એ વ્યક્તિના ભાવિ જીવનસાથી પ્રત્યે આદરની નિશાની છે. પાર્ટનર દયાળુ અને પ્રેમાળ હશે એવી આશા સાથે તેઓ આ રીતે પ્રપોઝ કરે છે અને કહે છે કે તેમની આખી જિંદગી હવે તેના પાર્ટનરના હાથમાં છે.
સામાન્ય રીતે લોકો ડાબા ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરે છે. આ તે લોકો દ્વારા કરવામાં આવે છે જે જમણા હાથનો વધુ ઉપયોગ કરે છે. આમ કરવાથી તેમના માટે ડાબા ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરતી વખતે જમણા હાથથી રિંગ બોક્સ ખોલવાનું સરળ બને છે. જો તમે લેફ્ટી છો અને તમારા ડાબા હાથનો ઉપયોગ કરો છો તો તમે તમારા જમણા ઘૂંટણ પર બેસીને પ્રપોઝ પણ કરી શકો છો.












Click it and Unblock the Notifications
