આગિયાઓ અંધારામાં કેમ ચમકે છે? જાણો શું છે તેની પાછળનું કારણ?

તમે અંધારામાં ઘણી વખત જોયુ હશે કે અંધારામાં અમુક જીવડાઓ ચમકતા જોવા મળે છે. આ જીવડા આગિયા હોય છે. આગિયા તેના શરીરની બનાવટને કારણે રાતના અંધારામાં ચમકે છે. હવે તમને સવાલ થતો હશે કે આવુ કેમ થાય છે તો આજે તેનો વિગતે જવાબ આપીશું.

આગિયા રાતના અંધારમાં ચમકે છે તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે. આગિયાની શોધ 1667માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. આ પહેલા લોકો માનતા હતા કે આગિયાઓના માખીઓના શરીરમાં ફોસ્ફરસ હોય છે અને તેના કારણે તે રાત્રે પ્રકાશિત થાય છે.

Juganu

સમય જતા વૈજ્ઞાનિકોએ આ બાબતે વિગતે પ્રકાશ પાડ્યો તો ફોસ્ફરસ હોવાની હકીકત ખોટી સાબિત થઈ. તેના પેટ પ્રકાશના કારણે ચમકતા નથી પરંતુ તેમના પેટમાં લ્યુસિફેરીન નામના પ્રોટીનને કારણે તે લ્યુસિફેરિન ઓક્સિજન અને લ્યુસિફેરેસ નામના એન્ઝાઇમ સાથે મળીને એક પ્રકાશ ઉત્પન્ન કરે છે.

અહીં એ પણ જણાવી દઈએ કે, આગિયામાં દિવસ અને રાત બંને લાઇટમાં ચમકતા રહે છે. દિવસે પ્રકાશ વધુ હોવાથી તેને જોઈ શકતા નથી. રાત્રે અંધારું થતાં જ આગિયાને સળગતા જઈ શકીએ છીએ.

આ વાત પરથી એ સાબિત થાય છે કે આગિયા માત્ર રાત્રે જ ચમકતા નથી. તે દિવસના પ્રકાશમાં પણ ચમકે છે. પુખ્ત વયના થતા આગિયાઓ તેના પ્રકાશનો ઉપયોગ તેમની પ્રજાતિના અન્ય સભ્યોને ઓળખવા તેમજ વિજાતીય સભ્યો વચ્ચે ઓળખ કરવા માટે માટે પણ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X