કિસ કરો ત્યારે તમારો ચહેરો એક તરફ કેમ નમી જાય છે? જાણો શું કહે છે જાણકારો?
કિસ એ પ્રેમનો આવેગ છે. જ્યારે પણ કપલ એકબીજા પ્રત્યે પોતાની લાગણીઓને મુક્ત રીતે દેખાડવા માંગે ત્યારે તે હોંઠથી હોંઠ ભીડાવીને કિસ કરે છે. કિસ એક સાયકોલોજીકલ પ્રકિયા છે અને તે કરતી વખતે શરીરમાં કેટલાક રિએક્શન પણ જોવા મળે છે.
એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે કિસ કરતી વખતે પાર્ટનરના માથા ડાબી તરફ નમી જાય છે. ઢાકાની યુનિવર્સિટી લોકોના કિસિંગ બિહેવિયર પર રિસર્ચ કરી રહી છે અને એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે માથું એક તરફ કેમ જુકે છે.

સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત એક રિસરચ અનુસાર, બાંગ્લાદેશમાં 48 પરિણીત કપલ પર એક અભ્યાસ કરાયો. અહીં કિસ કરવી એ સામાન્ય ઘટના નથી ત્યારે તમામ કપલને કિસ કરવા માટે કહેવામાં આવ્યુ. અને તમામને તેમની કિસિંગ સ્ટાઈલ અને અભિવ્યક્તિ દર્શાવવા કહેવાયુ.
આ રિસર્ચમાં સામે આવ્યુ કે, પુરૂષો કિસ કરવાની પહેલ મહિલાઓની સરખામણીમાં 15 ગણી વધારે કરે છે. કિસ દરમિયાન બન્ન પાર્ટનરના માથાને ડાબી તરફ નમે છે.
આ રિસર્ચમાં એ પણ સામે આવ્યુ કે, કિસની પહેલ કરનારામાં 79% પુરુષો હતા. કિસ દરમિયાન માથુ કઈ બાજુ નમે છે તે વાત પણ આધાર રાખે છે કે કિસ કોન શરૂ કરે છે.
અહીં તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં જાહેરમાં કિસ કરવી એ ગુનો છે અને ફિલ્મોમાં પણ નથી જોવા મળતુ. આવી સ્થિતિમાં સંશોધક ડૉ. માઈકલ પ્રોલોક્સ કહે છે કે સંસ્કૃતિનો પ્રભાવ આ બધા પર અવરોધ બની જાય છે. જો કે સામાજિક મૂલ્યો અલગ-અલગ હોઈ શકે છે પરંતુ તમામ માણસોમાં કેટલીક બાબતો સામાન્ય છે.












Click it and Unblock the Notifications
