લૉકડાઉનમાં પત્ની બની ગર્ભવતી, પતિએ આના માટે બિલાડીને ગણાવી જવાબદાર
ઘણી વાર પાલતુ જાનવર તેના માટે મોટી મુસીબતનુ કારણ બની જાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક બિલાડીએ એક કપલ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે.
આજકાલ ઈન્ટરનેટ પર પાલતુ જાનવરોના તોફાન-મસ્તીવાળા વીડિયો ખૂબ જ આવતા હોય છે. આમ તો બિલાડી જેવા પાલતુ જાનવર લોકો માટે સ્ટ્રેસ બસ્ટરનુ કામ કરે છે પરંતુ ઘણી વાર પાલતુ જાનવર મોટી મુસીબતનુ કારણ બની જાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક બિલાડીએ એક કપલ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. એક વ્યક્તિએ પત્ની ગર્ભવતી હોવા માટે બિલાડીને દોષી ગણાવી છે કારણકે બિલાડીએ તેમના બધા કૉન્ડોમમાં કાણા પાડી દીધા હતા જેના કારણે તેની પત્ની પ્રેગ્નેન્ટ થઈ ગઈ.

વ્યક્તિએ Reddit પર પોતાની આ વિચિત્ર કહાની પોસ્ટ કરી
આ વ્યક્તિએ Reddit પર પોતાની આ વિચિત્ર કહાની પોસ્ટ કરી છે. જેમાં તેણે જણાવ્યુ કે કોરોના મહામારી ખતમ થવા સુધી મે અને મારી પત્નીએ બાળક પેદા ન કરવાનો નિર્ણય કર્યો હતો. અમે પહેલેથી જ એક બાળકના માતાપિતા છે અને મારી પત્ની પ્રીક્લેમ્પસિયાના કારણે તણાવપૂર્ણ ગર્ભાવસ્થાથી બહાર આવી રહી હતી. મે એક બિલાડી પાળી છે જે ઘરના ખાના અને અલમારીઓને ખોલતી રહે છે. તે આજે ઘરમાં દરેક જગ્યાએ ઘૂસતી રહે છે.

કૉન્ડોમ યુઝ કરવા છતાં પણ પત્ની થઈ ગઈ ગર્ભવતી
વ્યક્તિએ લખ્યુ કે અમે બર્થ કંટ્રોલ માટે કૉન્ડોમ યુઝ કરવાનો નિર્ણય કર્યો કારણકે મારી પત્ની પિલ્સ ખાવાના કારણે બિમાર પડી જાય છે. વિચિત્ર વાત એ બની કે કૉન્ડોમ યુઝ કરવા છતાં પણ મારી પત્ની ફરીથી ગર્ભવતી બની ગઈ. જ્યારે વ્યક્તિએ આના પર ધ્યાન આપ્યુ તો માલુમ પડ્યુ પડ્યુ કે આમાં બિલાડીની ભૂમિકા છે. વાસ્તવમાં તેણે પોતાના ક્યુ-ટિપ્સ બાથરૂમના ખાનાઓમાં રાખ્યા હતા જ્યાંથી લઈને તેણે યુઝ કર્યા હતા.

ક્યુ-ટિપ્સના બૉક્સ પર બિલાડીનો હુમલો
વ્યક્તિએ જણાવ્યુ કે એક દિવસ બિલાડીએ ખાનામાં રાખેલા ક્યુ-ટિપ્સના બૉક્સને જમીન પર ફેલાવી દીધુ હતી જેમાંથી અમુક તેણે ખરાબ કરી દીધા હતા. ખરાબ થયેલા ક્યુ-ટિપ્સને તેણે ફેંકી દીધા. જે પેકેટ બંધ હતા તેણે ચેક કર્યા વિના પાછા ખાનામાં મૂકી દીધા. બાકી બચેલા કૉન્ડોમને બરાબર સમજૂ તેને યુઝ કરી લીધા. ત્યારબાદ થોડા સપ્તાહ પછી તેની પત્ની ગર્ભવતી થવાના લક્ષણ દેખાવા લાગ્યા. જ્યારે મહિલાએ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરી તો જાણવા મળ્યુ કે તે ગર્ભવતી છે. થોડા સમય માટે દંપત્તિ ગર્ભાવસ્થા વિશે ચોંકી ગયા.

પતિએ ગુત્થી ઉકેલી
ત્યારબાદ તેણે ગુત્થી ઉકેલી તો જાણવા મળ્યુ કે આની પાછળ તેની પાલતુ બિલાડીનો હાથ છે. વ્યક્તિએ લખ્યુ છે કે મે ખાનામાં રાખેલા કૉન્ડોમ ચેક કર્યા તો જોયુ કે કૉન્ડોમમાં બિલાડીના દાંતના નિશાન છે. તેણે કૉન્ડોમને પંક્ચર કરી દીધા હતા. જો કે હવે, દંપત્તિ ના ઈચ્છવા છતાં પણ બીજા નવા મહેમાનના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
