દુનિયાનું એકમાત્ર નાઈટ ક્લબમાં જ્યાં સંસ્કૃત ગીતો વાગે છે, જાણો ક્યાં આવેલુ છે નાઈટ ક્લબ?
ભારત સહિત દુનિયાભરમાં વિવિધ જગ્યાઓ પર અનેક પ્રકારના નાઈટ ક્બલ આવેલા છે. આ નાઈટ ક્લબમાં દુનિયાભરના ગીતોના તાલે લોકો ઝૂમતા રહે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં જ એક માત્ર નાઈટ ક્લબમાં સંસ્કૃતમાં ગીતો વાગે છે.
મોટાભાગના લોકોમાં એવી માન્યતા છે કે નાઈટ ક્લબ ઐય્યાશી અને અશ્લીલ જગ્યા છે પરંતુ આ નાઈટ ક્લબ આ ધારણાને ખોટી સાબિત કરી છે. આ નાઈટ ક્લબમાં ડ્રગ્સ પીરસવામાં આવતું નથી અને અહીં ડીજે પર વેસ્ટર્ન મ્યુઝિકનો કોઈ ઘોંઘાટ નથી. તેના બદલે અહીં સાત્વિક ભોજન અને સંસ્કૃત ગીતો વગાડવામાં આવે છે. જેના પર લોકો નાચે છે.

આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સમાં આવેલા આ નાઈટ ક્લબનું નામ યોગા રેવ છે. આ નાઇટ ક્લબે લોકોનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. ભક્તિ ફક્ત મંદિરો અથવા તીર્થસ્થાનોમાં જ કરી શકાય તે વાતને ખોટી સાબિત કરી દીધી છે. જો તમને ભગવાન માટે આદર હોય તો તમે નૃત્ય કરતી વખતે પણ તેમને યાદ કરી શકો છો.
આ વૈભવી નાઇટ ક્લબમાં સંસ્કૃત ગીતો વાગે છે અને સંસ્કૃત સ્તોત્રો પર લોકો ડાન્સ કરે છે. આ સાથે સાથે સાથે પ્રાચીન યોગશાસ્ત્ર અનુસાર યોગાસનો પણ કરવામાં આવે છે. આ નાઇટ ક્લબમાં આલ્કોહોલ પીરસવામાં આવતો નથી પરંતુ અહીં ફળોના રસ પીરસવામાં આવે છે.
અહેવાલો અનુસાર, આ ક્લબમાં એક યોગ શિક્ષક છે, જે લોકોને વિવિધ પ્રકારની યોગ પ્રવૃત્તિઓ અને પ્રાણાયામ અને હેલ્થ ટીપ્સ વિશે શીખવે છે. આ ક્લબમાં માંસાહારી ખોરાકને બદલે શુદ્ધ શાકાહારી ખોરાક આપવામાં આવે છે. આ નાઇટ ક્લબમાં 800 થી 1000 લોકો એકસાથે આનંદ લઈ શકે છે.












Click it and Unblock the Notifications
