રૂમ મેટ્સ તો સાંભળ્યુ હશે પરંતુ હવે છોકરા-છોકરી બેડ મેટ્સ બની રહ્યા છે, જાણો શું છે આ નવો ટ્રેન્ડ?
મોટા શહેરોમાં રહેતા યુવાનો તેમની શરૂઆતની લાઈફમાં ખર્ચ બચાવવા માટે રૂમ શેર કરતા હોય છે. આ ટ્રેન્ડ દુનિયાના મોટા ભાગના દેશોમાં જોવા મળી રહ્યો છે. જો કે તમને સાંભળીને નવાઈ લાગશે કે ચીનમાં હવે લોકો રૂમ નહીં પમ બેડ મેટ્સ બની રહ્યા છે.
સામાન્ય રીતે સિંગલ યુવા એકલા જ ઉંઘતા હોય છે. પરંતુ ચીનમાં હવે એક વિચિત્ર ટ્રેન્ડ શરૂ થયો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, ચીનના શહેરી વિસ્તારોમાં બેડ શેરિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

રૂપિયા બચાવવા માટે શરૂ થયેલો આ ટ્રેન્ડ ચીનમાં ખુબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. રૂમ મેટ્સની જેમ બેડ શેર કરનારાને બેટ મેટ્સ કહેવામાં આવી રહ્યા છે. આ ટ્રેન્ડ એ યુવાનોમાં લોકપ્રિય બની રહ્યો છે જે નાની ઉંમરે અભ્યાસ અથવા નોકરી કરી રહ્યા છે.
ચૌકાવનારી બાબત એ છે કે સોશિયલ મીડિયા પર બેડ મેટ્સની જરૂરિયાતની ઘણી પોસ્ટ પણ મુકવામાં આવી રહી છે. યુવાનો તેમના ખર્ચને મર્યાદિત રાખવા માટે બેડ શેરિંગનો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે.
ચીનમાં 80 ટકા લોકોનું કહેવું છે કે તેમનો 30 ટકા પગાર માત્ર ભાડામાં જ ખર્ચાય છે. તે અજાણ્યા લોકો સાથે બેડ શેર કરીને ભાડું બચાવે છે. અહીં એવા બે લોકો એક સાથે બેડ શેર કરે છે જેે એકબીજાને ઓળખતા નથી અને પરંતુ પૈસા બચાવાવ માંગે છે.
આ એવા લોકો છે જે આખો ફ્લેટ નહીં પરંતુ માત્ર એક જ બેડરૂમ ભાડે લે છે અને બેડ પર સાથે સુઈ જાય છે. આના માટે પાર્ટનર વચ્ચે અનૌપચારિક ડીલ પણ થાય છે. જેમાં નસકોરા ન લેવા, ઊંઘમાં ન ચાલવા અને જો છોકરીઓ હોય તો કોઈ છોકરાને ન બોલાવવા જેવા નિયમોનો સમાવેશ થાય છે. એ પણ નક્કી છે કે આ કેવળ જરૂરિયાતનો સંબંધ છે અને તેમાં કોઈ રોમેન્ટિક એંગલ સામેલ નથી.












Click it and Unblock the Notifications
