For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IT વિભાગમાં વધારાની 20751 પદો ભરવામાં આવશે

|
Google Oneindia Gujarati News

jobs
નવી દિલ્હી, 24 મે : ભારત સરકારના આવકવેરા વિભાગ (આઇટી ડિપાર્ટમેન્ટ)ની પુનરચનાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળની ગુરુવારે મળેલી બેઠકમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં વિવિધ સ્તરે 20,751 વધારાના પદો ઉભા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.

આ બેઠક બાદ નાણા પ્રધાન પી ચિદમ્બરમે આ બાબતની માહિતી આપતા જણાવ્યું કે તેમાંથી 1349 વધારાના પદ ભારતીય રાજસ્વ સેવા (આઇઆરએસ) કેડરના હશે. જ્યારે બાકીના 19,402 પદો બિન આઇઆરએસ કેડરના હશે. આ દ્વારા સરકારના રાજસ્વમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.

નાણા મંત્રીએ એમ પણ જણાવ્યું કે નવા પદો અને કેટલાક વર્તમાન પદો ઉભા કરવાને કારણે સરકાર પર વાર્ષિક રૂપિયા 449.71 કરોડનો વધારાનો બોજો પડશે. તેમણે એમ પણ જણાવ્યું કે નવા પદોની રચના અને તે પદે ભરાયા બાદ વિભાગની વાર્ષિક આવકમાં અંદાજે રૂપિયા 25,000 કરોડનો વધારો થવાનો અંદાજ આંકવામાં આવ્યો છે.

English summary
20751 additional posts will be filled in IT Department.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X