For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્સના 'સૌથી પ્રતિભાશાળી યુવા ચહેરાઓમાં' 23 ભારતીય મૂળના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 9 જાન્યુઆરી: ફોર્બ્સ મેગેજીનની 'સૌથી પ્રતિભાશાળી યુવા ચહેરાઓ'ની વાર્ષિક યાદીમાં ભારતીય મૂળના 20થી વધુ યુવક યુવતિઓ સામેલ છે. ફોર્બ્સ મેગેજીને નાણાંકીય, મીડિયા, રમતગમત અને શિક્ષણ જેવા અલગ-અલગ ક્ષેત્રોની 30 વર્ષથી ઓછી ઉંમરના આ યુવા પ્રતિભાવોઓને એકમાત્ર ગણાવ્યા છે જે હાલ દુનિયામાં પોત પોતાની રીતે સકારાત્મક પરિવર્તન લાવી રહ્યાં છે.

ફોર્બ્સની '30 વર્ષની નાની ઉંમરના 30 સૌથી સફળ યુવાનો' (30 અંડર 30)ની યાદીમાં 15 વિભિન્ના ક્ષેત્રોમાં સફળ યુવા સામેલ છે. જેમાં પોપ ગાયક જસ્ટિન બીબર, મિલી સાયરસ, ટેલર સ્વિફ્ટ, બ્લાગિંગ પ્લેટફોર્મ ટંબલરના સંસ્થાપક તથા મુખ્ય કાર્યકારી ડેવિડ કોર્પ, ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા અને પાકિસ્તાની મહિલાઓના અધિકારીની તરફેણ કરનાર મલાલા યૂસૂજઇ સામેલ છે.

ફોર્બ્સે કહ્યું હતું કે 'આ યુવા અને મહાત્વાકાંક્ષી લોકો માટે ઉત્સાહજનક સમયગાળો છે. ક્યારેય યુવાનો માટે આવી તક મળી ન હતી. આ પ્રતિભાઓ સંગઠનોની સંસ્થાપક અને નાણા કમાવનાર છે. આ બ્રાંડ બનાવનાર અને સારા કામ કરનાર લોકો સફળતાની સીડીઓ ચઢવા માટે કોઇ યોગ્ય કેરિયરની રાહ જોઇ રહ્યાં નથી. તેમની મહાત્વાકાંક્ષા એકદમ ઉંચી છે જે તે ગતિશીલ, ઉદ્યમી અને ઉત્સુક ડિજિટલ સમયગાળાને અનુકૂળ છે જેમાં તે જન્મ્યા છે.'

ફોર્બ્સની 450 સૌથી સફળ યુવાનોની યાદીમાં ભારતીય મૂળના 23 યુવક યુવતિઓ સામેલ છે. તેમાંથી કોઇ ભારતમાં જ્ઞાન કેન્દ્ર અથવા સોફ્ટવેર કંપનીની સ્થાપના કરી રહ્યું છે જેથી શિક્ષકોને ક્લાસરૂમાં થઇ રહેલી ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ મળી શકે છે, કોઇ અમેરિકી ફૂટબોલ ટીમના ઉપાધ્યક્ષ છે તો કોઇ વિશિષ્ટ ચોકલેટ બુટીકના માલિક છે. આ ઉપરાંત અમીર રાવ, દિવ્યા નાગ, રધુ ચિવુકુલા, સુરભી સરના, સૈમ ચૌધરી, સાયમિંદુ દાસગુપ્તા, પ્રવણ યાદવ, ઇશા ખરે અને અદિતિ મલ્હોત્રા સામેલ છે.

રિષભ દોષી

રિષભ દોષી

ફાયનાન્સ કંપની ડીડબ્લ્યૂ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના કારોબારી રિષભ દોષીની વિશેષજ્ઞતા વધુ નફો અને એનપીએમાં છે.

ગણેશ બેતનભટલા

ગણેશ બેતનભટલા

નાણાંકીય ક્ષેત્રે યુવા તુર્કોમાં 28 વર્ષના ગણેશ બેતનભટલા સામેલ છે જ ઇન્વેસ્ટમેન્ટ કંપની તલરા કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર છે.

નીલ મહેતા

નીલ મહેતા

ઇન્વેસ્ટમેન્ટ કંપની ગ્રીનઓક્સ કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર નીલ મહેતા 29 વર્ષના છે જે લગભગ 60 કરોડ ડોલરની સંપત્તિના રોકાણનું મેનેજમેન્ટ કરે છે અને ઇ-વાણિજ્યથી માંડીને વીમા સુધી બધા ઉદ્યોગોમાં રોકાણ કરે છે.

સાહિલ લૈવિંજિયા

સાહિલ લૈવિંજિયા

ગમરોડના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્યકાર્યકારી સાહિલ લૈવિંજિયા 21 વર્ષના છે જેમને એક ઇન્ટરનેટ એપ્લિકેશન બનાવી છે જેથી ઓનલાઇન ડિઝિટલ ઉત્પાદન વેચવામાં સરળતાથી અને મદદ મળે છે.

કરણ ચોપડા

કરણ ચોપડા

સામાજિક ઉદ્યમીમાં 29 વર્ષના કરણ ચોપડા સામેલ છે જેમને એક સંઠગણ ગાડકોની સ્થાપના કરી છે જ્યાં સૌથી મોટું ચોખા ઉત્પાદન સંગઠન છે.

કૃષ્ણ રામકુમાર

કૃષ્ણ રામકુમાર

કૃષ્ણ રામકુમારે (28) મુંબઇ, દિલ્હી, નાગપુર અને ચેન્નઇમાં શિક્ષણ કેન્દ્રોના સમૂહ 'અવંતી'ની સ્થાપના કરી છે જે 750 પ્રતિભાશાળી, ઓછી આવક ધરાવતા સ્કૂલના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિતનું શિક્ષણ પુરું પાડે છે.

મેઘા પારેખ

મેઘા પારેખ

મેઘા પારેખ (28) અમેરિકી ફૂટબોલ ટીમ જેક્સનવિલે જૈગુઆર્સની ઉપાધ્યક્ષ છે.

સુરભિ સારના

સુરભિ સારના

28 વર્ષની સુરભિ સારના અમેરિકામાં nVision Medicalની સ્થાપક છે. આ હોસ્પિટલ ગર્ભાશયના કેન્સરની સારવાર માટે પ્રચલિત છે.

સેમ ચૌધરી

સેમ ચૌધરી

27 વર્ષીય સેમ ચૌધરી સોફ્ટવેર કંપની ક્લાસડોઝોની સહ સ્થાપક છે. આ કંપની સ્કૂલોમાં ક્લાસરૂમની ગતિવિધિઓ અને વિદ્યાર્થીઓના વ્યવહાર વિશે જાણવા માટે સોફ્ટવેર બનાવે છે.

ઇશા ખરે

ઇશા ખરે

18 વર્ષીય ઇશા ખરેએ ગત વર્ષે સૌથી યુવા વૈજ્ઞાનિકનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. તેમને આ પુરસ્કાર ઇંટેલ ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેરમાં મળ્યો હતો.

English summary
Over 20 Indian-origin youths are among Forbes magazine's annual list of the world's " brightest young stars" under the age of 30 from diverse fields like finance, media, sports and education, described by the publication as "prodigies reinventing the world right now."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X