24 જુલાઇ, 2014 : બિઝનેસ ન્યુઝ અપડેટ્સ
ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ, વિકાસ, રોજગારી, મોંઘવારી પર અસર પડે છે. ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચવા માટે સ્લાઇડરમાં ક્લિક કરો...

સેન્સેક્સ-નિફ્ટી નવી રેકોર્ડ સપાટીએ બંધ
આજે શેરબજાર સૂચકઆંકો સેન્સેક્સ અને નિફ્ટી દિવસભરની તેજી બાદ નવી રેકોર્ડ સપાટીએ બંધ રહ્યા છે. BSE સેન્સેક્સ ઉપરમાં 26292.66 અને નીચામાં 26077.70 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 124.52 પોઈન્ટ વધીને 26271.85 પોઈન્ટની વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,835.65 અને 7,771.65 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 34.85 પોઈન્ટ વધીને 7,830.60 પોઈન્ટની વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો. આજે મેટલ, IT, FMCG અને ટેકનો શેરોમાં ભારે ખરીદીથી સેન્સેક્સ અને નિફ્ટી તેજીમાં રમ્યા હતા. જ્યારે BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.20 ટકા ઘટીને 0.25 ટકા વધીને બંધ રહ્યા હતા.

દેશમાં 398 SEZમાં કામગીરી શૂન્ય
વાણિજ્ય રાજ્યમંત્રી નિર્મલા સિતારામને સંસદમાં જણાવ્યું છે કે દેશમાં 398 વિશેષ આર્થિક ક્ષેત્ર (સેઝ - SPECIAL ECONOMIC ZONE)માં છેલ્લા 8 થી કોઈ કામગીરી જ શરૂ થઈ નથી. આ પાછળના કારણભૂત પરિબળોમાં જમીન સંબંધિ મુશ્કેલીઓ, વૈશ્વિક મંદી, રાજ્ય સરકાર સંબંધી પ્રશ્નો સહિતની બાબતોનો સમાવેશ થાય છે. જ્યાં કામ શરૂ થયું નથી તેવા રાજ્યોમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 78, આંધ્રપ્રદેશમાં 73, તમિલનાડુમાં 36, કર્ણાટકમાં 35, હરિયાણામાં 32, મધ્યપ્રદેશમાં 29, ગુજરાતમાં 26, ઉત્તર પ્રદેશમાં 24, કેરલમાં 29 તથા પશ્ચિમ બંગાળમાં 13નો સમાવેશ થાય છે.

અદાણી જૂથે કસ્ટમ ડ્યુટીમાં 650 કરોડનો ગોટાળો કર્યો
અદાણી જૂથની 3 કંપનીઓએ કસ્ટમના આંકડા ખોટા બતાવીને અંદાજે રૂપિયા 650 કરોડનો ગોટાળો કર્યો હોવાની વિગતો બહાર આવી છે. આ સંદર્ભમાં ડીઆરઆઇની ભલામણ પછી સીબીઆઇએ તપાસ કરવાનો નિર્ણય લીધો છે. સીબીઆઇએ આ કેસમાં પ્રાથમિક તપાસનો કેસ નોંધ્યો છે. અદાણી જૂથની ત્રણ કંપનીઓએ આયાત કરવામાં આવેલી વસ્તુઓનું ઓવર ઇનવોઇસીંગ કરી આ ગોટાળો આચર્યો છે. અદાણીની ત્રણ કંપનીઓમાં અદાણી પાવર- મહારાષ્ટ્ર, અદાણી પાવર-રાજસ્થાન અને મહારાષ્ટ્ર ઇસ્ટર્ન ગ્રીડ પાવર ટ્રાન્સમિશન કંપની સામે તપાસ કરાશે. નોંધનીય છે કે 16મી મેના રોજ ડીઆરઆઇએ અદાણી ગ્રુપ સામે કસ્ટમના આંકડા ખોટા બતાડવાનો આરોપ મુકયો હતો અને નોટીસ ફટકારી હતી.

ICICI વેન્ચર સામે NRI રોકાણકારોએ કેસ કર્યો
ICICI વેન્ચર ફંડ્સ મેનેજમેન્ટ કંપની સામે NRI રોકાણકારોએ કેસ કર્યો છે. આ સંદર્ભમાં રોકાણકારોએ કંપની સામે સુપ્રીમ કોર્ટ ઓફ મોરેશિયસમાં કેસ નોંધ્યો છે. NRI રોકાણકારોનું કહેવું છે આ પબ્લિક ઇક્વિટી કંપનીએ તેનું રિયલ એસ્ટેટ ફંડ લોન્ચ કરતા સમયે તેમને ગેરમાર્ગે દોર્યા હતા. કંપનીએ રિયલ્ટી ફંડમાં 25 ટકા વળતરનું વચન આપ્યું હતું જેની સામે વાસ્તવમાં રોકાણ કરતા પણ ઓછું વળતર મળ્યું હતું. કુલ 69 રોકાણકારોએ 22 કરોડ ડોલરના ડાયનેમિક ઇન્ડિયા ફંડ 3માં 2005 થી અત્યાર સુધીમાં 3.47 કરોડ ડોલર રોક્યા હતા જેમાંથી મોટા ભાગના યુનાઇટેડ આરબ અમિરાત અને જીસીસી દેશોના રોકાણકારો છે.












Click it and Unblock the Notifications
