26 જુલાઇ, 2014 : બિઝનેસ ન્યુઝ અપડેટ્સ
ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ, વિકાસ, રોજગારી, મોંઘવારી પર અસર પડે છે. ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચવા માટે સ્લાઇડરમાં ક્લિક કરો...

માર્કેટમાં નવું IPO કૌભાંડ રંધાઇ રહ્યું છે?
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ ગણતરીના ઓપરેટર્સે વર્ષ 2005ના આઇપીઓ કૌભાંડમાં રિટેલ રોકાણકારોના હિસ્સાના શેર 'કોર્નર' કરવા સંખ્યાબંધ ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. હવે આવું જ 'કૌભાંડ' હાલ બોન્ડ માર્કેટમાં ચાલી રહ્યું હોવાની શંકા છે. કેટલીક બ્રોકિંગ કંપનીઓ નોન - કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) અને ટેક્સ ફ્રી બોન્ડ ઇશ્યૂમાંથી ઝડપી રોકડી કરવા પોતાના જ ગ્રાહકોના ડિમેટ ખાતા અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ભાડે લઈ રહી છે .
ટાટા મોટર્સની સાણંદ પ્લાન્ટ માટે નવી યોજના
ટાટા મોટર્સે નિર્ણય લીધો છે કે હવે સાણંદ પ્લાન્ટમાં નેનોની સિવાય બીજી કારોનો પ્રોડક્શન પણ કરવામાં આવશે. નેનોનું ઓછું ઉત્પાદનના કારણે સાણંદ પ્લાન્ટની ક્ષમતાનો પૂરો ઉપયોગ નથી થઈ રહ્યો. ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં 20,000ની ક્ષમતાવાળા પ્લાન્ટમાં ફક્ત 2000 નેનો જ બની રહ્યા છે. એટલે સાણંદ પ્લાન્ટની અસેંબલી લાઈનમાં બદલાવ થયો છે. પૂરી ક્ષમતાની સાથે પ્લાન્ટનો ઉપયોગના ઉપાયો પર વિચાર કરી રહ્યા છે.
ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ 10 જુલાઇથી ગણાશે
શુક્રવારે કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં સંબંધિત રાહતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ પરના વેરાનો 20 ટકાનો ઊંચો કર 1 એપ્રિલ, 2014ને બદલે, આ વર્ષનું અંદાજપત્ર રજૂ કરવાની તારીખ એટલે કે 10મી જુલાઇ, 2014થી અમલી ગણાશે. જેના કારણે રોકાણકારોને આંશિક રાહત મળી છે.
ડીઝલના વેચાણની નવી નીતિ ઘડવાની તૈયારી શરૂ
ચાલુ ખાતાની ખાધ ઘટાડવાના ઉપાય તરીકે સરકાર ડીઝલના વેચાણની નવી નીતિ તૈયાર કરી રહી છે. આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે. નરેન્દ્ર મોદી સરકાર તે મોંઘી ગાડીઓને સસ્તુ ડિઝલ આપવાનું બંધ કરશે. આ માટે એક ઉચિત ટેકનીકની શોધખોળ કરવામાં આવી રહી છે. જેનાથી પેટ્રોલ પંપ ઉપર એસયુવી જેવા વાહનોએ વધુ કિંમતે ડિઝલ ખરીદવુ પડશે.












Click it and Unblock the Notifications
