For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી લીલામી : પ્રથમ દિવસે માત્ર 9225 કરોડની નિરાશાજનક બિડ

|
Google Oneindia Gujarati News

telecom
નવી દિલ્હી, 13 નવેમ્બર : કેન્દ્ર સરકારને સોમવારે 2જી સ્પેક્ટ્રમની લીલામીના પ્રથમ દિવસે 9224.75 કરોડ રૂપિયાની જ બિડ મળી શકી હતી. ઊંચી આધાર કિંમતો (higher base price)ને કારણે ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમની લીલામીમાં વધારે રસ દાખવ્યો ન હતો.

આ બોલીમાં અખિલ ભારતીય સ્પેક્ટ્રમ માટે એક પણ બિડ મળી નથી. સરકારે અખિલ ભારતીય સ્પેક્ટ્રમ માટે આધાર કિંમત રૂપિયા 14000 કરોડ રાખી છે. મુખ્ય સ્વરૂપે માંગ ગુજરાત, ઉત્તર પ્રદેશ (પૂર્વ) તથા ઉત્તર પ્રદેશ (પશ્ચિમ) જેવા પસંદગીના કેન્દ્રો પર કેન્દ્રિત રહી હતી. પ્રથમ દિવસે કુલ 22 સર્કલ્સમાંથી માત્ર 18 સર્કલ્સ માટે બિડ મળી હતી.

દિલ્હી, મુંબઇ, રાજસ્થાન અને કર્ણાટક સર્કલો માટે પ્રથમ દિવસે એક પણ બિડ મળી ન હતી. આ અંગે ટેલિકોમ સચિવ ચંદ્રશેખરે જણાવ્યું કે "આજે લીલામીના સાત રાઉન્ડ પૂરા કરવામાં આવ્યા હતા. લીલામી બુધવારે પણ ચાલુ રહેશે. 176 બ્લોક્સ માટે રજૂઆત કરવામાં આવી હતી. જેમાંથી 98 માટે બોલી બોલવામાં આવી હતી." પ્રથમ દિવસે લીલામીના છેલ્લા રાઉન્ડ માટે કુલ 9,224.75 કરોડ રૂપિયાની બોલી પ્રાપ્ત થઇ હતી.

સાતમા રાઉન્ડની લીલામીમાં ઉત્તર પ્રદેશ (પશ્ચિમ) તથા ગુજરાત સર્કલ માટે કોઇ બોલી મળી ન હતી. ટેલિકોમ ઓપરેટર્સ એસોસિએસન ઓફ ઇન્ડિયા (સીઓએઆઇ)ના જનરલ સેક્રેટરી આર એસ મેથ્યુએ કહ્યું કે અમે જણાવ્યું જ હતું કે ઊંચી બેઝ પ્રાઇસને ઓછી કંપનીઓ ભાગ લેશે, અને એવું જ થયું છે.

લીલામીનો સાતમો રાઉન્ડ પૂરો થયા બાદ, આસામમાં સાત બ્લોક, હરિયાણા, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ તથા પૂર્વોત્તર માટે 6-6 બ્લોક્સની ફાળવણી માટે તથા મહારાષ્ટ્રમાં પાંચ બ્લોકની ફાળવણી માટે બોલી બોલી મળી છે.

આંધ્ર પ્રદેશ, કોલકત્તા અને તમિલનાડુ સર્કલો માટે આઠ બ્લોક્સની રજૂઆત સામે માત્ર ચાર બ્લોક્સ માટે બોલીઓ મળી છે. ઉત્તર પ્રદેશ (પૂર્વ), હિમાચલ પ્રદેશ, કેરળ તથા પંજાબમાં માત્ર એક બ્લોક માટે બોલી મળી છે.

ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા સેલ્યુલર, વીડિયોકોન અને નોર્વેની ટેલિનોર જીએસએમ સ્પેક્ટ્રમ માટેની દોડમાં છે. જ્યારે સીડીએમએ સ્પેક્ટ્રમ માટે ટાટા ટેલિ સર્વિસીસ અને વીડિયોકોનના નીકળી ગયા બાદ કોઇ કંપની દોડમાં રહી નથી.

English summary
2G auction : a flop bids worth only 9225 crore on first day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X