For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જીની હરાજી ઊંચા ભાવે પ્રથમ દિવસે જ પૂરી થશે : મિત્તલ

|
Google Oneindia Gujarati News

2g
નવી દિલ્હી, 7 નવેમ્બર : ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (ડોટ)ના જણાવ્યા અનુસાર 1800 મેગાહર્ટ્ઝના જીએસએમ એટલે કે 2જી સ્પેક્ટ્રમની હરાજી આગામી 12 નવેમ્બરના રોજ કરવામાં આવશે. આ હરાજીમાં ટેલિકોમ સેક્ટરની પાંચ અગ્રણી કંપનીઓ ભાગ લેવાની છે. જેમાં ભારતી એરટેલ, આઇડિયા, વોડાફોન, વિડિયોકોન અને ટેલિનોરની ટેલીવિંગ્સનો સમાવેશ થાય છે.

આ મુદ્દે ભારતી ગ્રુપના ચેરમેન સુનીલ મિત્તલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે 2જી સ્પેક્ટ્રમની હરાજી માટે રૂપિયા 14,000ની રિઝર્વ પ્રાઇઝ ખૂબ ઊંચી છે. પણ આ હરાજી પ્રથમ દિવસે જ પૂરી થઇ જશે તેમ લાગી રહ્યું છે.

હરાજીની બેઝ પ્રાઇઝ અગાઉના વેચાણમાં આપવામાં આવેલી કરિયરની ચૂકવણીની સરખામણીએ સાત ગણી વધારે છે. આ હરાજીમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રશિયાની સિસ્ટેમા આશ્ચર્યજનક રીતે ભાગ લેવાના નથી.

2જી કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં 122 લાયસન્સ રદ કરવાના આપેલા આદેશને પગલે સરકાર 1800 મેગાહર્ટ્ઝમાં સ્પેક્ટ્રમની હરાજી કરવા જઇ રહી છે.

સરકારે સ્પેક્ટ્રમની હરાજી અને અન્ય વેરાની વસૂલીમાંથી અંદાજે રૂપિયા 40,000 કરોડની આવક મળવાની આશા રાખી છે. આ હરાજી 12 નવેમ્બરે શરૂ થશે અને 11 જાન્યુઆરીએ પૂરી થશે. સરકારે આ પ્રક્રિયા 11 જાન્યુઆરી સુધીમાં પૂરી કરવા જણાવ્યું હતું.

English summary
2G auction will be over on first day; price too high: Mittal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X