For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દેશના ચલણમાં જંગી ઘટાડો, એક ડોલર સામે ચૂકવવા પડશે 3.86 લાખ

દુનિયામાં ઘણા દેશો મંદીનો માર સહન કરી રહ્યા છે. આ વચ્ચે ઘણા દેશો એવા છે, જેમની હાલત દયનીય બની ગઇ છે. આવું જ હાલ ઇરાન સાથે થયું છે. જેના ચલણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

|
Google Oneindia Gujarati News

દુનિયામાં ઘણા દેશો મંદીનો માર સહન કરી રહ્યા છે. આ વચ્ચે ઘણા દેશો એવા છે, જેમની હાલત દયનીય બની ગઇ છે. આવું જ હાલ ઇરાન સાથે થયું છે. જેના ચલણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. એક ડોલર સામે ઇરાની રિયાલની કિંમત 3.86 લાખ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. અમેરિકન ડોલરની સરખામણીમાં ઇરાનના ચલણ રિયાલ સૌથી નીચલી સપાટી પર આવી ગઇ છે.

3.86 લાખમાં ડોલરની આપલે કરનારા વેપારીઓ

3.86 લાખમાં ડોલરની આપલે કરનારા વેપારીઓ

તેહરાનના વેપારીઓ રિયાલ (ઈરાનનું ચલણ રિયાલ) ને ડોલર સામે લગભગ 3.86 લાખ રિયાલમાં એક્સચેન્જ કરી રહ્યા છે.

ન્યૂઝએજન્સી એપી અનુસાર, 11 ડિસેમ્બરના રોજ વેપારી 3.7 લાખ પર હતા, જ્યારે 8 ડિસેમ્બરના રોજ એક ડોલર 3.68 લાખમાં એક્સચેન્જ થઈ રહ્યો હતો.

4 વર્ષ પહેલા 65 હજાર હતી ડોલરની કિંમત

4 વર્ષ પહેલા 65 હજાર હતી ડોલરની કિંમત

ઉલ્લેખનીય છે કે, મે 2018માં અમેરિકા પરમાણુ ડીલમાંથી બહાર આવ્યું અને ઈરાન પર પ્રતિબંધો લાદ્યા તે પહેલા ઈરાનની કરન્સી રિયાલડોલરની સરખામણીમાં લગભગ 65 હજાર પર ટ્રેડ થઈ રહી હતી. જ્યારે 2015ના પરમાણુ કરારના સમયે ઈરાનનું ચલણ (રિયાલ) ડોલરસામે 32000 રિયાલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

સેન્ટ્રલ બેંકના ગવર્નરે કિંમતમાં વધારાનું કારણ જણાવ્યું

સેન્ટ્રલ બેંકના ગવર્નરે કિંમતમાં વધારાનું કારણ જણાવ્યું

ઈરાનની સેન્ટ્રલ બેંકના ગવર્નર અલી સાલેહબાદીએ રિયાલમાં રેકોર્ડ ઘટાડા માટે અમુક હદ સુધી સરકાર વિરોધી વિરોધને જવાબદારઠેરવ્યો છે.

અલી સાલેહબાદીએ જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રતિબંધો અને સરકાર વિરોધી વિરોધને કારણે છેલ્લા બે મહિનામાં ઈરાની ચલણ નબળું પડ્યું છે. તેને મજબૂત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાંનો ઉલ્લેખ કરતાં સાલેહાબાદીએ જણાવ્યું હતું કે, રિયાલને વધારવા માટે બજારમાં ડોલર લાવવામાં આવી રહ્યા છે.

ડોલર-સોનું ખરીદવાનો પ્રયાસ કરતા લોકો

ડોલર-સોનું ખરીદવાનો પ્રયાસ કરતા લોકો

ઈરાની ચલણ રિયાલના રેકોર્ડ ઘટાડા બાદ લોકોને ભવિષ્યની ચિંતા થવા લાગી છે અને લોકો પોતાની બચતને હર હાલમાં બચાવવાનોપ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકો પોતાની બચતને સુરક્ષિત રાખવા માટે ડોલર અને સોનું ખરીદવાનો પ્રયાસ કરીરહ્યા છે.

સરકાર વિરોધી વિરોધ બાદ રિયાલમાં 20 ટકા ઘટાડો

સરકાર વિરોધી વિરોધ બાદ રિયાલમાં 20 ટકા ઘટાડો

મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં શરૂ થયેલા વિરોધ પછી રિયાલને સૌથી વધુ નુકસાન થયું છે. રિયાલમાં લગભગ 20 ટકાનો ઘટાડોથયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 13 સપ્ટેમ્બરના રોજ 22 વર્ષીય મહસા અમીનીને ઈરાન પોલીસે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી અને 16 સપ્ટેમ્બરે તેનું મૃત્યુ થયું હતું. જે બાદ સમગ્ર દેશમાં દેખાવો શરૂ થયા હતા.

સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, સરકાર વિરોધી પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 68 સગીરો સહિત 495 પ્રદર્શનકારીઓના મોત થયા છે અને 18,000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

English summary
3.86 lakh has to be paid against one dollar, a huge drop in the Iran currency Rial
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X