31 March : 31 માર્ચ પહેલા કરી લો આ 5 કામ, નહીંતર થઇ જશે મોટા નુકસાન
31 March : 1 એપ્રિલે નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે. આવામાં તમારે ઘણા એવા કામ 31 માર્ચ પહેલા કરી લેવા જોઇએ. આ અહેવાલમાં પાંચ કામ વિશે જણાવીશું, જેને તમારે 31 માર્ચ પહેલા પતાવી લેવા જોઇએ, નહીંતર તમને મોટા નુકસાન થઇ શકે છે.
31 March : માર્ચ મહિનો પુરો થવામાં માત્ર 12 દિવસ જ બાકી છે. આવામાં 31 માર્ચ ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે. આવામાં જો તમે અમુક કામ 31 માર્ચ પહેલા પુરા નહીં કરો તો તમારે મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. 31 માર્ચ પહેલા તમારે 5 કામ પતાવી લેવા જોઇએ.

1 પાન-આધાર લિંક કરવાનું ચૂકશો નહીં (Aadhaar-Pan link)
આવકવેરા વિભાગ દ્વારા PAN અને આધાર (PAN- Aadhaar Link) ને લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2023 નક્કી કરીછે. જો તમે આધારને PAN સાથે લિંક નથી કરાવ્યું, તો 1 એપ્રિલથી તેનો કોઈ ફાયદો થશે નહીં. આ સિવાય 31 માર્ચ સુધી બંને દસ્તાવેજોફ્રીમાં લિંક કરી શકાશે, પરંતુ જે બાદ કરદાતાઓએ 1000 રૂપિયા ચૂકવવા પડશે.

2- આવકવેરા રિટર્ન (ITR)
કરદાતાઓએ અપડેટેડ આઈટીઆર ફાઈલ કરવી જોઈએ. FY20 અથવા આકારણી વર્ષ 2020-21 (AY21) માટે અપડેટેડ ITR ફાઇલકરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે.
જો ITR ફાઈલ ન કર્યું હોય, તો પણ તે ફાઈલ કરી શકાય છે. જોકે, શૂન્ય અથવા નેગેટિવ રિટર્નધરાવતા લોકોએ અપડેટેડ ITR ફાઇલ કરવાની જરૂર નથી.

3 ફોર્મ 12BB
ફોર્મ 12BB ભરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. કોઈપણ પગારદાર કર્મચારીએ તેના રોકાણો પર કર લાભો અથવા છૂટનો દાવો કરવામાટે આ ફોર્મ એમ્પ્લોયરને સબમિટ કરવું પડશે.
ફોર્મ 12BB 1લી જૂન 2016થી અમલમાં આવ્યું છે. હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), લીવટ્રાવેલ કન્સેશન (LTC) અને હોમ લોન પર વ્યાજ જેવી કેટલીક બાબતોનો ફોર્મમાં સમાવેશ થવો જોઈએ.

4 કર બચત રોકાણ
31 માર્ચ, 2023 પહેલાં કરવામાં આવેલા રોકાણો માટે ITR ફાઇલ કરતી વખતે જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ કપાતનો દાવો કરવા માટે ટેક્સબચત રોકાણો ઉપલબ્ધ રહેશે.
આવકવેરા અધિનિયમ 80C હેઠળ, કરદાતાઓ રૂપિયા 1.5 લાખની મર્યાદા સાથે જૂની કર પ્રણાલીમાંમુક્તિનો દાવો કરી શકે છે. આ માટે તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) અને નેશનલ પેન્શનસ્કીમ (NPS) ના રોકાણ વિકલ્પો પસંદ કરી શકો છો.

5- એડવાન્સ ટેક્સ
10,000 થી વધુની જવાબદારી ધરાવતા દરેક કરદાતાએ એડવાન્સ ટેક્સ ચૂકવવો પડશે. તે ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે. બાકીનાવેરાના 15 ટકા 15મી જૂન સુધીમાં, આગામી 30 ટકા 25મી સપ્ટેમ્બર સુધીમાં, અન્ય 30 ટકા 15મી ડિસેમ્બર સુધીમાં અને છેલ્લા 25 ટકાવર્તમાન નાણાકીય વર્ષની 15મી માર્ચ સુધીમાં ચૂકવવાના છે.












Click it and Unblock the Notifications
