For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lockdown-2: 33 કરોડ ગરીબોના ખાતામાં પહોંચ્યા 31235 કરોડ રૂપિયા, જાણો કોને કેટલો ફાયદો

Lockdown-2: 33 કરોડ ગરીબોના ખાતામાં પહોંચ્યા 31235 કરોડ રૂપિયા, જાણો કોને કેટલો ફાયદો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસને પગલે દેશભરમાં બીજા તબક્કાનું લૉકડાઉન ચાલી રહ્યું છે. 25 માર્ચથી અત્યાર સુધી કેન્દ્ર સરકારે લૉકડાઉનને પગલે પરેશાન થયેલ ગરીબો તથા જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ માટે કેટલાય મહત્વના પગલાં ભર્યાં છે. આ ક્રમમાં જ નાણા મંત્રાલયે 33 કરોડથી વધુ ગરીબોને 31235 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા પણ આપી છે. ગુરુવારે નાણા મંત્રાલયે આની જાણકારી આપી.

money

નાણા મંત્રાલયે કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 23 એપ્રિલ સુધી 33 કરોડથી વધુ ગરીબોને 31235 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા આપવામાં આવી છે. જણાવી દઈએ કે આ યોજનાની ઘોષણા 26 માર્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી હતી. દેશવ્યાપી લૉકડાઉનથી પ્રભાવિત થયેલ સેક્ટર્સ, ગરીબ અને મજૂર વર્ગના લોકોની આર્થિક સહાયતા માટે સરકારે 1.70 લાખ કરોડ રૂપિયાનારાહત પેકેજનું એલાન કર્યું હતું જે અંતર્ગત આ રાશિ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નાણા મંત્રાલયે જણાવ્યું કે દેશભરના 33 કરોડથી વધુ ગરીબોને 31235 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા આપવામાં આવી છે. જ્યારે 20.05 કરોડ મહિલા જનધન ખાતા ધારકો વચ્ચે 10,025 કરોડ વહેંચવામાં આવ્યા છે. નાણા મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નાણાકીય સહાયતામાં લગભગ 2.82 કરોડ વૃદ્ધ, મહિલાઓ અને વિકલાંગોને 1405 કરોડ રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 8 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનના પહેલા હફ્તા અંતર્ગત 16146 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને 10.6 લાખ કર્મચારીને લાભ પહોંચાડવા માટે ઈપીએફ યોગદાનના 162 કરોડ રૂપિયા 68775 પ્રતિષ્ઠાનોમાં હસ્તાંતરિત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે શ્રમ મંત્રાલયે શ્રમિકોની સમસ્યાઓ અને ફરિયાદોથી નિપટવા માટે નિયંત્રણ કક્ષની સ્થાપના પણ કરી છે.

લૉકડાઉનમાં 12 કરોડ બન્યા બેરોજગરા, સરકાર બધાને 7500 રૂપિયા આપેઃ સોનિયા ગાંધીલૉકડાઉનમાં 12 કરોડ બન્યા બેરોજગરા, સરકાર બધાને 7500 રૂપિયા આપેઃ સોનિયા ગાંધી

English summary
33 crore poor people received financial assistance of Rs 31235 crore under Pradhan Mantri Garib Kalyan Package
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X