For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 ભારતીય સ્ટોક બ્રોકિંગ કંપનીઓને USમાં દંડ

|
Google Oneindia Gujarati News

sec
ન્યુ યોર્ક, 28 નવેમ્બર : અમેરિકાના બજાર નિયંત્રક એસઇસી દ્વારા ભારતની ચાર સ્ટોક બ્રોકિંગ કંપનીઓને દંડ ફટકાર્યો છે. અમેરિકામાં રજિસ્ટ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ભારતની ચાર કંપનીઓ એમ્બિટ કેપિટલ, એડલવિસ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એ એમ ફાઇનાન્શિયલ અને મોતીલાલ ઓસ્વાલ સિક્યુરિટિઝને રજિસ્ટ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 18 લાખ ડૉલર એટલે કે અંદાજે 10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

એક અહેવાલ અનુસાર આ કંપનીઓ મામલાની પતાવટ માટે દંડ ભરવા તૈયાર થઇ ગઇ છે. સિક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઇસી)ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેણે ભારતની ચાર કંપનીઓ એમ્બિટ કેપિટલ, એડલવિસ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એ એમ ફાઇનાન્શિયલ અને મોતીલાલ ઓસ્વાલ સિક્યુરિટિઝ પર આરોપો લગાવ્યા હતા.

એસઇસી દ્વારા કહેવાયું છે કે સ્ટોક બ્રોકિંગ કંપનીઓ પર આરોપ છે કે તેણે અમેરિકાના સંઘીય શેર બજારના કાયદા અનુસાર એસઇસી પાસે નોંધણી કરાવ્યા વગર અમેરિકામાં સંસ્થાકીય રોકાણકારોને સેવાઓ આપી છે.

English summary
4 Indian stock broking companies fined in US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X