For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 4 ભારતીયોમાંથી એક બનશે BRICS બેંકના પ્રથમ પ્રેસિડેન્ટ

|
Google Oneindia Gujarati News

બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા એમ પાંચ દેશોના સંગઠનના સંક્ષિપ્ત નામને બ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પાંચ દેશોએ મળીને બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકની રચનાની જાહેરાત કરી છે. આ બેંકની રચના માટેની તમામ કાર્યવાહી લગભગ પૂરી થઇ ગઇ છે. વર્ષ 2016માં બેંક આર્થિક સહાય આપવાનું શરૂ કરશે તેમ જાહેર કરવામાં આવી ચૂક્યું છે.

આ બેંક અંગેના પ્રાપ્ત અહેવાલોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકની પ્રાથમિક મૂડી 50 બિલિયન ડોલર હશે. આ ઉપરાત બ્રિક્સ દેશો 100 બિલિયન ડોલરનું ચલણ આફતના સમયે ઉપયોગમા લેવા અનામત રાખશે.

બેંકનું હેડક્વાર્ટર ચીનના શાંધાઇમાં હશે, પરંતુ તેના પ્રથમ પ્રેસિડેન્ટ ભારતીય હશે. બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકના પ્રેસિડેન્ટ પદની રેસમાં જે 4 ભારતીય નામ ચર્ચામાં છે. ભારત સરકાર તેમાંથી કોઇ એક પર પસંદગી કળશ ઢોળશે. સ્વાભાવિક રીતે બ્રિક્સ ડેવલપમેન્ટ બેંક માટે સરકાર કોર્પોરેટ સેક્ટરની વ્યક્તિને પસંદ કરવાને બદલે ભારતીય બેંકર અથવા અર્થશાસ્ત્રી પર પસંદગી ઉપારથે. જે ચાર વ્યક્તિઓ આ રેસમાં આગળ છે તેમની વિગતો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે...

કૌશિક બસુ

કૌશિક બસુ


કૌશિક બસુ પાસે વર્લ્ડ બેંક જેવી સંસ્થામાં કામ કરવાનો અનુભવ છે. તેઓ વર્લ્ડ બેંકમાં ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. બસુએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી PhDની પદવી મેળવી છે.

વર્તમાનમાં તેઓ કોર્નેલ યુનિવર્સિટીમાં સી. માર્ક્સ પ્રોફેસર ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને ઇકોનોમિક્સના પ્રોફેસર છે. જો કે હાલ તેઓ રજા પર છે. તેઓ કોર્નેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સના ચેરમેન અને સેન્ટર ફોર એનાલિટિક ઇકોનોમિક્સના ડાયરેક્ટર રહી ચૂક્યા છે.

તેઓ ILO, વર્લ્ડ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં સલાહકાર રહી ચૂક્યા છે. તેઓ ભારત સરકારના આર્થિક સલાહકાર રહી ચૂક્યા છે. તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સી રંગરાજન

સી રંગરાજન


જો આપ બિઝનેસ ચેનલને નિયમિત રીતે જોતા હોવ તો તો રંગરાજન કમિટીનું નામ વારંવાર તમારા કાને અથડાતું હશે. તેઓ રંગરાજન કમિટીના રિપોર્ટના નામે પણ જાણીતા થયા છે. તેઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર રહી ચૂક્યા છે.

આ ઉપરાંત તેઓ સરકારની અનેક પેનલ અને સમિતીઓમાં રહી ચૂક્યા છે. તેઓ વડાપ્રધાનની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના ચેરમેન અને સાંસદ રહી ચૂક્યા છે.

કે વી કામથ

કે વી કામથ


કે વી કામથ આઇસીઆઇસીઆઇ બેંકની સફળતાના સારથી છે. તેમના માર્ગદર્શનમાં વર્ષ 1996થી 98 દરમિયાન નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ હસ્તગત કરી હતી. જેના કારણે આઇસીઆઇસીઆઇ બેંકની વૃદ્ધિ થઇ. તેઓ વર્ષ 1996થી 2009 સુધી બેંકના સીઇઓ રહી ચૂક્યા છે.

દીપક પારેખ

દીપક પારેખ


તેઓ સૌથી મોટી હોઉસિંગ ફાઇનાન્સ કંપની એચડીએફસીના વડા છે. તેમની આગેવાનીમાં એચડીએફસી દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક બની ગઇ છે. તેઓ ગ્લેક્સો ઇન્ડિયા લિમિટેડ અને વુરોગસ વેલકમ ઇન્ડિયા લિમિટેડના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે. આ ઉપરાંત અનેક કંપનીઓમાં બોર્ડ મેમ્બર છે. ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે.

English summary
4 Most probable Indian candidates for post of BRICS bank President.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X