ટોરેન્ટ અને ગુજરાત સરકાર વચ્ચે 47,350 કરોડના MoU થયા
Vibrant Gujarat Global Summit 2024: ટોરેન્ટ ગૃપ દ્વારા ગુજરાતમાં સૌર ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને પાવર ડિસ્ટ્રિબ્યુશનના ક્ષેત્રોમાં રૂપિયા 47,350 કરોડના રોકાણ માટે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ચાર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કર્યા છે. આ અંગે ટોરેન્ટ પાવર (Torrent Power) ના ચેરમેન એમેરિટસ સુધીર મહેતાએ માહિતી આપી હતી.
એક જૂથ કંપની ટોરેન્ટ પાવર દ્વારાગુજરાત સરકાર સાથે ચાર બિન-બંધનકર્તા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં રિન્યુએબલ જનરેશન, પંપ સ્ટોરેજ હાઇડ્રો પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને પાવર ડિસ્ટ્રિબ્યુશનનો સમાવેશ થાય છે.

પ્રથમ એમઓયુમાં રૂપિયા 30,650 કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 3,450 મેગાવોટના સૌર પ્રોજેક્ટ્સ અને 1,045 મેગાવોટના હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ્સની સ્થાપનાનો સમાવેશ થાય છે.
બીજો એમઓયુમાં બનાસકાંઠા જિલ્લામાં 7,000 મેગાવોટની ક્ષમતાવાળા સોલાર પાર્ક માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂપિયા 4,500 કરોડના રોકાણનો સમાવેશ થાય છે.
ત્રીજો એમઓયુ 100 KTPA (વાર્ષિક કિલો ટન) ની ક્ષમતા સાથે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના માટે રૂપિયા 7,200 કરોડના રોકાણની જરૂર છે.
ચોથો એમઓયુ અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને માંડલ બેચરાજી SIRમાં ટોરેન્ટ પાવરના વિતરણ વ્યવસાયમાં રૂ. 5,000 કરોડના રોકાણ સાથે સંબંધિત છે.












Click it and Unblock the Notifications
