For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4જી સેવા સપ્ટેમ્બરથી ભારતમાં લોન્ચ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ઓગસ્ટ : તમે કોઇ પણ પ્રકારના અવરોધ વગર ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મેળવવા માંગતા હોવ તો તમારા મારે ખુશીના સમાચાર છે. આવતા મહિનાથી એટલે કે સપ્ટેમ્બર 2013થી તમે 4જી ઇન્ટરનેટ સ્પીડનો આનંદ લઇ શકશો.

આ સેવા એરટેલ કોલકતા, પુના, બેંગલુરુ, ચંડીગઢ અને દિલ્હીમાં રજૂ કરી રહી છે. 4જી ઇન્ટરનેટ સેવાની રજૂઆત અંગે કંપનીનાં સૂત્રોએ જણાવ્યું કે સપ્ટેમ્બર સુધી એરટેલ ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની હ્યુવેઇ સાથે મળીને દિલ્હીના ગ્રાહકો માટે ઝડપી સ્પીડ 4જી ઇન્ટરનેટ લાવી રહી છે.

4g

માનવામાં આવી રહ્યું છે કે એરટેલે તાજેતરમાં 4જી ઇન્ટરનેટના ભાવમાં 31 ટકા સુધીનો ઘટાડો કર્યો છે તેનો હેતુ વધુમાં વધુ કસ્ટમરને 4જી તરફ આકર્ષિત કરવાનો છે. ભારતમાં અત્યાર સુધીમાં 3જી ઇન્ટરનેટના ગ્રાહકોની સંખ્યા પાંચ ટકા જેટલી છે.

વર્ષ 2010માં એરટેલે બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસના કોલકાતા, મહારાષ્ટ્ર અને પંજાબ સર્કલને 3314.36 કરોડની કિંમતમાં ખરીદ્યું હતું. ગયા વર્ષે એરટેલે યુએસની મોટી ટેલિકોમ કંપની ક્વાલકોમના 4જી વેન્ચર વાયરલેસ બિઝનેસ સર્વિસના 49 ટકા સ્ટોક ખરીદ્યા હતા. આ કારણે તેને દિલ્હી, મુંબઇ, હરિયાણા અને કેરળ સર્કલના હક મળ્યા હતા.
ક્વાલકોમે 4જી માટે આ સર્કલ (દિલ્હી, મુંબઇ, હરિયાણા અને કેરળ)ને 4912 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. 4જી ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકોને 100 એમબીપીએસની સ્પીડ મળશે, જે ગણતરીની સેકન્ડોમાં આખી ફિલ્મ ડાઉનલોડ કરી દેશે. તેની મહત્તમ સ્પીડ 1 જીબીપીએસ હશે.

English summary
4G service will launch in September in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X