5 મોટા જોખમો સોનાની કિંમતો ઘટાડી શકે
વર્ષ 2008માં લેહમેન બ્રધર્સનું સંકટ ઉભું થયું ત્યારથી સોનામાં છેલ્લા છ સરખામણીએ શ્રેષ્ઠ વળતર મળ્યું છે. જો કે છેલ્લા એક વર્ષમાં સોનાની કિંમતોમાં પણ અણધાર્યો ઘટાડો જોવા મળ્યો છે. આ પાછળનું મુખ્ય કારણે વૈશ્વિક અર્થતંત્રમાં આવેલી સ્થિરતા છે.
અહીં અમે આપને સોનામાં રોકાણ અને સોનાની કિંમતો ને અસર કરતા સૌથી મોટા 5 જોખમો દર્શાવી રહ્યા છીએ. આ જોખમો અંગે જાણવા માટે આગળ ક્લિક કરો...

વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો
વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો આવવાને કારણે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે. ભારતમાં ઓક્ટોબર, 2013થી સોનાના ભાવોમાં અંદાજે 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનુ હંમેશા આર્થિક સંકટમાં વધે છે અને સંકટ પુરું થતા ઘટે છે. આગામી સમયમાં વૈશ્વિક અર્થતંત્ર સુધરશે તો સોનાની કિંમતોમાં વધુ કડાકો બોલશે.

ડોલર મજબુત બનવો
ડોલર અને સોનાની કિંમતોને વિરુદ્ધ સંબંધ છે. જો ડોલર સુધરે તો સોનાની કિંમતો ઘટે છે. વૈશ્વિક અર્થતંત્ર સુધરતા ડોલર મજબુત બનશે. જેના કરાણે સોનાની કિંમતો ઘટી શકે છે.

ભારતમાં સોનાની માંગ ઘટી
સોનાના સૌથી મોટા આયાતકાર દેશો ચીન અને ભારતમાં સોનાની માંગ ઘટી રહી છે. જેના કારણે તેની અસર કિંમતો પર પડી રહી છે. માંગ ઘટવીથી કિમતો પણ ઘટી છે.

US ફેડરલ રિઝર્વની અસર
સોનાની કિંમતો પર યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયોની પણ અસર પડે છે. ફેડરલ રિઝર્વ આ મહિને QE3 સંપૂર્ણ પાછી ખેંચશે. આ કારણે માર્કેટમાં પ્રવાહિતા ઓછી થશે. તેની અસર સોનાની કિંમતો પર થશે.

માર્કેટમાં ધારણાઓ
સોનાની કિંમતો અંગે માર્કેટની ધારણાઓ અને સોદાઓને કારણે સોનીની કિંમતો પર અસર થાય છે. ગોલ્ડ ઇટીએફની અસર પણ સોનાની કિંમતો પર થાય છે.












Click it and Unblock the Notifications
