રોકાણ કરવા માટે ટોપ 5 ગિલ્ટ ફંડ્સ
ગિલ્ટ ફંડ એ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનો જ એક ભાગ છે. જે અંતર્ગત સરકારી સિક્યુરીટીમાં રોકાણ કરવામાં આવે છે. આ ફંડ એવા લોકોને માટે વધારે ઉપયોગી છે જે રોકાણ કરતા સમયે રિસ્ક ફેક્ટર એટલે કે જોખમ ખાસ ધ્યાનમાં રાખે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી તે લિક્વિડિટી સપોર્ટ મેળવવા પાત્ર હોય છે. અહીં ટોપ 5 ગિલ્ટ ફંડની વિગતો આપવામાં આવી છે જે સારું રિટર્ન આપે છે...

ટાટા ગિલ્ટ મિડ ટર્મ - ડાયરેક્ટ (જી)
ટાટા ગિલ્ટ મિડ ટર્મ - ડાયરેક્ટ (જી)ની નેટ એસેટ વેલ્યુ (NAV) 1 ઓગસ્ટ, 2014 મુજબ રૂપિયા 1.932 છે. છેલ્લા એક વર્ષમાં ફંડે 12.5 ટકાનું રિટર્ન આપ્યું છે. જાન્યુઆરી, 2013માં લોન્ચ કરવામાં આવેલા ફંડમાં એન્ટ્રી કે એક્ઝિ્ટ લોડ નથી.

સુંદરમ ગિલ્ટ ફંડ - ડાયરેક્ટ (જી)
સુંદરમ ગિલ્ટ ફંડ - ડાયરેક્ટ (જી)નું NAV 1 ઓગસ્ટ, 2014 પ્રમાણે 21.703 છે. છેલ્લા એક વર્ષમાં તેણે 11.7 ટકા રિટર્ન આપ્યું છે.

L&T ગિલ્ટ ફંડ - ડાયરેક્ટ (જી)
L&T ગિલ્ટ ફંડ - ડાયરેક્ટ (જી)નું 1 ઓગસ્ટ, 2014 સુધીનું NAV 31.005 છે. છેલ્લા એક વર્ષમાં તેણે 11.2 ટકાનું વળતર આપ્યું છે. તેની ફાળવણીની તારીખથી એક મહિના પહેલા તેને ઉપાડવામાં આવે તો તેનો એક્ઝિટ લોડ 0.25 ટકા છે.

બરોડા પાયોનિયર ગિલ્ટ ફંડ - ડાયરેક્ટ પ્લાન B (જી)
બરોડા પાયોનિયર ગિલ્ટ ફંડ - ડાયરેક્ટ પ્લાન B (જી)નું 1 ઓગસ્ટ, 2014 સુધીનું NAV 20.163 છે. છેલ્લા એક વર્ષમાં તેણે 9.7 ટકાનું વળતર આપ્યું છે. તેની ફાળવણીની તારીખથી એક મહિના પહેલા તેને ઉપાડવામાં આવે તો તેનો એક્ઝિટ લોડ 1 ટકા છે. લઘુત્તમ રોકાણ મર્યાદા રૂપિયા 5,000 છે.

રિલાયન્સ ગિલ્ટ સિક્યુરિટિઝ ફંડ - ડાયરેક્ટ (જી)
રિલાયન્સ ગિલ્ટ સિક્યુરિટિઝ ફંડ - ડાયરેક્ટ (જી)નું 1 ઓગસ્ટ, 2014 સુધીનું NAV 16.108 છે. છેલ્લા એક વર્ષનું તેનું રિટર્ન 9.6 ટકા છે.












Click it and Unblock the Notifications
