બેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની 5 ટિપ્સ

જો આપ સ્વાસ્થ્ય વીમો લેવા જઇ રહ્યા છો તો આપે થોડી સાવધાની દર્શાવવાની જરૂર છે. કારણ કે આ આપના સ્વાસ્થ્ય અને નાણા સાથે સંકળાયેલી બાબત છે. વીમા માર્કેટની વાત કરીએ તો અત્યારે માર્કેટમાં કુલ 23 વીમા કંપનીઓ કાર્યરત છે. જે વિવિધ પ્રકારના વીમા ઓફર કરે છે. આ તમામ કંપનીઓ પોતાની વીમા પોલિસીમાં વિવિધ પ્રકારની સુવિધાઓ આપે છે. આ કારણે આપના માટે કઇ વીમા પોલિસી બેસ્ટ છે તે જાણીને જ પોલિસી ખરીદવી જોઇએ જેથી આપ શ્રેષ્ઠ લાભ મેળવી શકો.

વ્યક્તિગત રીતે આપના માટે કઇ વીમા પોલિસી બેસ્ટ છે તે જાણવા માટેની ટિપ્સ અહીં આપી રહ્યા છીએ...

health-insurance-6

1 વય સંબંધિત બાબત
આપ કોઇ પણ વીમા પોલિસી ખરીદો ત્યારે તેમાં વય સંબંધિત શું જોગવાઇઓ છે તે ખાસ જાણી લેવી જોઇએ. તેમાં ખાસ કરીને એ બાબત જાણવી જોઇએ કે તે કઇ ઉંમર સુધી રિન્યુ થઇ શકે છે. વીમા કંપનીઓ નિર્ધારિત ઉંમર બાદ પોલિસી રિન્યુ કરવાની છૂટ આપતી નથી.

2 કેવી સુવિધા પ્રદાન કરે છે?
સ્વાસ્થ્ય વીમા પોલિસી લેતા સમયે એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપ જે વીમા પોલિસીઓ લઇ રહ્યા છો તે કઇ કઇ બિમારીઓને કવર કરે છે. આ ઉપરાંત તે કેવા પ્રકારના ઇલાજ અને હોસ્પિટલની સુવિધા પ્રદાન કરે છે. દરેક વીમા પોલિસી સાથે આ અંગેની એક યાદી જોડાયેલી હોય છે.

3 આપને કઇ બિમારીઓ છે તે મુજબ પસંદગી
કંપની કઇ કઇ બિમારી કવર કરે છે તે જોવાને બદલે આપને કઇ કઇ બિમારી છે અને તે કઇ કંપની કવર કરે છે તે જોઇને વીમા પોલિસી લેવી જોઇએ.

4 બેસ્ટ હોસ્પિટલ્સનો સમાવેશ
હેલ્થ વીમા પોલિસી લેતા પહેલા એ પણ જોવું જરૂરી છે કે વીમા કંપનીએ જે હોસ્પિટલ્સની યાદી આપી છે તેમાં બેસ્ટ સરકારી અને બિન સરકારી હોસ્પિટલ્સનો સમાવેશ થાય છે કે નહીં.

5 ક્લેમિંગ પ્રક્રિયા સરળ
વીમા પોલિસી લેતા સમયે જે તે કંપની વીમા ક્લેમ કરવામાં કેટલી કસ્ટમર ફ્રેન્ડલી છે તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આમ કરવાથી આપને ક્લેમના નાણા ઝડપથી અને ટેન્શન વિના મળી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X