5 રીતે ક્રેડિટ કાર્ડ વરદાન સાબિત થઇ શકે
વર્તમાન સમયમાં આપણે સૌ ક્રેડિટ કાર્ડ સાથે રાખવાનું જ નહીં પરંતુ તેના દ્વારા ભરપુર ખરીદી કરવાનું પસંદ કરીએ છીએ. ક્રેડિટ કાર્ડની મદદથી રોકડ જેવું જોખમ સાથે રાખવાની જરૂર રહેતી નથી. ક્રેડિટ કાર્ડ આર્થિક કટોકટીના સમયમાં વચનપૂર્તિનું એક મહત્વનું અને મદદરૂપ સાધન બની રહે છે. જો કે આપણે આપણી શોપિંગ હેબિટને નિયંત્રણમાં રાખીશું નહીં તો આ ક્રેડિટ કાર્ડ અભિશાપ સાબિત થઇ શકે છે. ચાદર જેટલો પગ પસારવામાં આવે તો ક્રેડિટ કાર્ડ અભિશાપ નહીં પણ વરદાન સાબિત થઇ શકે છે.
અહીં ક્રેડિટ કાર્ડ આપના માટે વરદાન સાબિત થાય તેની 5 ટિપ્સ આપી રહ્યા છીએ...

ક્રેડિટ સ્કોર જમા થાય છે
આપ ક્રેડિટ કાર્ડનો જેટલી વાર ઉપયોગ કરો છો તેટલી વાર તેમાં ક્રેડિટ સ્કોર જમા થાય છે. આપ અવાર નવાર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો જમા થયેલો સ્કોર આપને લોન લેવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

ડિસ્કાઉન્ટનો લાભ
ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતા સમયે ઓનલાઇન ખરીદી પર આપને ઘણું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. આ ઉપરાંત ઘણી વાર એરફ્લાઇટ ટીકિટ બુકિંગમાં પણ તેનો લાભ મળતો હોય છે.

મેડિકલ ઇમર્જન્સીમાં ઉપયોગી
જરૂરી નથી કે હંમેશા આપના બેંક એકાઉન્ટમાં ખાસ્સી રકમ હોય. કેટલીકવાર મેડિકલ ઇમર્જન્સી સમયે વીમા પોલિસી કે મેડિક્લેમ કવર કરી શકાતો ના હોય તેવા કિસ્સામાં મિત્ર કે સ્વજનો પાસે હાથ લાંબો કરવા કરતા ક્રેડિટ કાર્ડ મદદમાં આવે છે.

સરળ હપ્તાનો વિકલ્પ
આપને શોપિંગ પસંદ હોય અને આપ ગેજેટ્સ અને ક્લોથિંગ્સમાં સમયની સાથે થતા બદલાવ અનુસાર ચાલતા હોવ તો પણ ક્રિડિટ કાર્ડ આપને માટે ઉપયોગી સાબિત થશે. કારણ કે ઘણી વાર આપની પસંદની વસ્તુઓ હપ્તાથી ઉપલબ્ધ બનતી નથી. આવા સમયે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આપ તેને વસાવી શકો છો અને પાછળથી તેની રકમ ભરપાઇ કરી શકો છો.

લોન ઉપલબ્ધ
ક્રેડિટ કાર્ડ હોય તો આપ કોઇ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગર ઝડપથી પર્સનલ લોન મેળવી શકો છો.












Click it and Unblock the Notifications
