આ 5 નાણાકીય સંકલ્પોથી હંમેશા દૂર રહો
નવા વર્ષે આપણે સૌ નવા સંકલ્પો લેતા હોઇએ છીએ. સંકલ્પ લેતા સમયે તેને પૂરો કરવાનું સ્વવચન પણ આપતા હોઇએ છીએ. આમ છતાં તેનું પાલન થઇ શકતું નથી. આ પાછળનું મુખ્ય કારણ તેનો અયોગ્ય અમલ છે. કેટલીકવાર એવું બનતું હોય છે કે અસ્પષ્ટ ધ્યેયો તેનો યોગ્ય માર્ગ નક્કી કરી શકતા નથી જેના કારણે મંજિલ સુધી પહોંચી શકતા નથી.
આ કારણે નવા વર્ષમાં અયોગ્ય સંકલ્પો લેવાનું ટાળવું જોઇએ. અહીં અમે એવા કેટલાક ઉદાહરણો આપીએ છીએ જેને અયોગ્ય નાણાકીય સંકલ્પો કહી શકાય. આવા આર્થિક સંકલ્પોથી હંમેશા દૂર રહેવું જોઇએ...

ખર્ચ ઓછો કરો
માત્ર ખર્ચ ઓછો કરવાનો સંકલ્પ લેવો યોગ્ય નથી. આ માટે આપ કયા ખર્ચ પર કાપ મૂકશો તે નક્કી કરવું જોઇએ. તેના આધારે કેટલી બચત કરશો તે નક્કી કરીને નિર્ધારિત રકમની બચત પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

દેવા ચૂકતો કરો
માત્ર દેવા ચૂકતે કરવાથી આપ બચત કરી શકો તેવું નથી. દેવું ચૂકતે કરવું જોઇએ તેના માટે ચોક્કસ પ્લાન બનાવીને અમલમાં મૂકો. આ ઉપરાંત ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે વિચારવું જોઇએ.

બજેટને વળગી રહો
આપ આપના પ્લાનિંગને એક ડાયરીમાં ઉતારો અને તેને અનુસરો. જો આપ કાગળ પર કશું લખશો નહીં તો શક્ય છે કે આપ ભૂલી જશો. એવી રીતે બજેટ પણ લખી રાખો. જો કે તેને વળગી રહેવાનો પ્રયત્ન કરો.

વધારે કમાણી કરો
માત્ર આવક કે કમાણી વધારવાથી આપની આર્થિક સ્થિતિ સુધરશે એવું નથી. જો આપ ખર્ચાઓ પર નિયંત્રણ નહીં રાખો તો આપની વધારે કમાણી પણ ખર્ચાઇ જશે અને બચત થઇ શકશે નહીં. માટે બચત પર ધ્યાન કેન્દ્રીત કરો.

નો લક્ઝરી આઇટમ્સ
જરૂરિયાતની વસ્તુઓ અને લક્ઝરી આઇટમ્સ વચ્ચે પાતળી ભેદ રેખા છે. આ બંનેનો ભેદ ઓળખી લક્ઝરી આઇટમ્સ ખરીદવાનું ટાળો.

ક્રેડિટ કાર્ડ્સ પર નિર્ભર ના રહો
આપ આપના બજેટમાં ક્રેડિટ કાર્ડ્સને સામેલ કરતા હોવ તો એક સોનેરી સલાહ એ છે કે ક્રેડિટ કાર્ડ પર નિર્ભરતા ટાળો. તેના કારણે વ્યાજની ચૂકવણી મોંધી પડી શકે છે.












Click it and Unblock the Notifications
