For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 6 કારણોથી ભારતીય શેર બજાર હવે મોટો જુગાર રહ્યો નથી

|
Google Oneindia Gujarati News

આજે પણ ભારતના મધ્યમવર્ગીય પરિવારો એમ જ માને છે કે સારું વળતર મળતું હોવા છતાં પૈસાનું રોકાણ કરવા માટે શેરબજાર યોગ્ય જગ્યા નથી. કારણ એ છે કે શેરબજાર અનિશ્ચિત છે. તેમાં ક્યારે ચડતી થાય અને ક્યારે પડતી થાય તેને કળવું અઘરું છે. અહીં રૂપિયાનો જુગાર ખેલાય છે. નસીબ સારું હોય તો તમે લખપતિમાંથી કરોડપતિ બની શકો છો. જો નસીબ વાંકુ થાય તો લખપતિમાંથી રોડપતિ બની જતા વાર નથી લાગતી.

વાસ્તવમાં શેરબજાર પર સેબીનું કડક નિયંત્રણ છે. શેરબજાર નિયમોનું પાલન કરીને કામ કરે છે. એક વાત ચોક્કસ છે કે તમારે શેરબજારમાં સમજી વિચારીને રોકાણ કરવું પડે છે. સમજદારીથી નાણા રોકવામાં આવે તો શેરબજાર કોઇ જુગાર નથી અને આપ તેમાં અઢળક નફો મેળવી શકો છો...

શેર બજારમાં ક્યારે પૈસા રોકશો?

શેર બજારમાં ક્યારે પૈસા રોકશો?


શેરબજારમાં રોકાણ કરીને નફો મેળવવો હોય તો એક સરળ નિયમ યાદ રાખવો કે શેરબજારમાં મંદીનો માહોલ હોય ત્યારે રોકાણ કરવું. કારણ કે મંદીમાં મોટી અને સારી કંપનીઓના શેર્સ પણ સસ્તા હોય છે. શેરબજામાંથી મંદીના વાદળો દૂર થતા જ તેજી આવે છે. આ તેજીમાં શેર્સના ભાવ ચઢે છે. ત્યારે તમે શેર્સ વેચીને નફો મેળવી શકો છો.

શેરબજારનું વેલ્યુએશન વધ્યું

શેરબજારનું વેલ્યુએશન વધ્યું


ભારતીય શેર બજારમાં કંપનીઓનું વેલ્યુએશન વધી રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં માર્કેટમાં તેજી આવવાની ધારણા છે.

લિસ્ટેડ કંપનીઓ જીડીપી દરથી વધારે

લિસ્ટેડ કંપનીઓ જીડીપી દરથી વધારે


ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની વેલ્યુ જીડીપીની સરખામણીમાં વધારે છે. વર્તમાનમાં શેરમાર્કેટનું મૂલ્ય 93 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે જીડીપી 86 ટકા છે. એટલે કે માર્કેટ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. તેમાં નાનામાં નાનો ઉછાળો મોટો નફો આપી શકે છે.

શેરોની કિંમતોમાં ઉછાળો

શેરોની કિંમતોમાં ઉછાળો


ભારતમાં મોટા ભાગની કંપનીઓના શેર છેલ્લા ત્રણ વર્ષમાં વધતા-ઓછા પ્રમાણમાં વધ્યા છે. કેટલીક કંપનીઓ એવી છે જેમના શેર નથી વધ્યા. જો કે જે કંપનીઓના શેર વધ્યા નથી તેવી કંપનીઓની સંખ્યા ઓછી છે.

સ્થિર કેન્દ્ર સરકાર હોવાની અસર

સ્થિર કેન્દ્ર સરકાર હોવાની અસર


શેરબજારમાં સ્થિર કેન્દ્ર સરકાર મળી હોવાની અસર જોવા મળી રહી છે. જેના કારણે બજારમાં તેજી જોવા મળી છે. માર્કેટમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે નુકસાન જવાની શક્યતા ઓછી છે.

બફેનું વાક્ય યાદ રાખો

બફેનું વાક્ય યાદ રાખો


શેરબજારમાં નાણાનું રોકાણ કરતા સમયે બફેનું વાક્ય યાદ રાખો કે 'જ્યારે બધા ડરેલા હોય ત્યારે લાલચી બનો, જ્યારે બધા લાલચી બનેલા હોય ત્યારે ડરો.' આ વાત યાદ રાખવાથી શેરબજારમાં રોકાણ કરવા માટેનો આપનો ભય દૂર થશે.

English summary
6 reasons, Why Indian stock market is not big gambling now?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X