Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોન લેતા પહેલા આ 6 બાબતો ચકાસો

આપ કોઇ પણ પ્રકારની લોન લેવાના હોવ તે પહેલા આપે કેટલીક બાબતો ચકાસવી જરૂરી છે. આમ કરવાથી બે ફાયદા થાય છે. એક આપ કોઇ પ્રકારનું નુકસાન નહીં ભોગવો અને જો આપની લોન રદ થાય તો આપ નિરાશ નહીં થાવ. આવી 6 બાબતો કઇ છે તેની વિગતો અહીં આપવામાં આવી છે...

જરૂર હોય તો જ લોન લો

જરૂર હોય તો જ લોન લો


આપ ઇએમઆઇ ભરી શકો છો માત્ર તેટલા કારણથી લોન લેશો નહીં. આપને સેલરી ઉપરાંતની આવક હોય તો પણ આપે લોન જરૂર હોય તો જ લેવી જોઇએ. કારણ કે લોન લેવાથી આપે પ્રોસેસિંગ ફી અને ઇન્ટરેસ્ટ રેટ તરીકે વધારે નાણા ચૂકવવા પડે છે. જેના કારણે લોન મોંધી બને છે. ખાસ કરીને પર્સનલ લોન વધારે મોંઘી બને છે. જ્યારે આપની પાસે અન્ય કોઇ વિકલ્પ ના રહે ત્યારે જ આપે લોન લેવી જોઇએ.

સિબિલ સ્કોર ચેક કરો

સિબિલ સ્કોર ચેક કરો


લોન માટે અરજી કરતા પહેલા સિબિલ સ્કોર ચેક કરો. આમ કરવાથી આપની લોનની અરજી નકારવામાં આવે અથવા ઓછી રકમની લોન મંજુર થશે તો આપ નિરાશ થશો નહીં.

વ્યાજના દરોની સરખામણી કરો

વ્યાજના દરોની સરખામણી કરો


આપ લોન લેતા પહેલા ઓનલાઇન પોર્ટલ પર વિવિધ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા લોનના દરોની તુલના કરો.

સર્વિસ લોન ચૂકવવાની ક્ષમતા ચકાસો

સર્વિસ લોન ચૂકવવાની ક્ષમતા ચકાસો


આપ લોન લેતા પહેલા ઇએમઆઇ એટલે કે લોનનો હપ્તો ભરવાની ક્ષમતા ચકાસી જુઓ. કેટલીકવાર અન્ય લોનને કારણે આપ ઇએમઆઇ ચૂકવવા સક્ષમ બનતા નથી.

લોનનો પીરિયડ અને કેશ ફ્લો ચકાસો

લોનનો પીરિયડ અને કેશ ફ્લો ચકાસો


આપની પાસેના કેશ ફ્લોના આધારે આપ લોનનો સમયગાળો નક્કી કરી શકો છો. જો આપ લાંબા સમય માટે લોન લેશો તો આપનો હપ્તો ઓછો આવશે.

પ્રોસેસિંગ ચાર્જીસ ચકાસો

પ્રોસેસિંગ ચાર્જીસ ચકાસો


આપ જ્યારે લોન લેવા માંગો ત્યારે લોન લેતા સમયે બેંકો દ્વારા લગાવવામાં આવતા પ્રોસેસિંગ અને અન્ય ચાર્જીસની પણ ચકાસણી કરો. વ્યાજની સાથે આ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X