60 કરોડ ભારતીયો પાસે બેંક એકાઉન્ટ નથી : વેંકટચલમ

અંબાલા ખાતે રવિરારે સ્ટેટ બેંક ઓફ પટિયાલાની કર્મચારી યુનિયનના રાજ્ય સ્તરના સંમેલનમાં સંબોધન કર્યા બાદ તેમણે જણાવ્યું કે મોંઘવારી અને મંદીના કારણે દેશની અર્થવ્યવસ્તા ખરાબ રીતે પ્રભાવિત થઇ છે.
તેમણે જણાવ્યું કે રોજગારના ક્ષેત્રમાં વૃદ્ધિ દર અત્યંત ઓછી છે. કેન્દ્રીય સેવાઓની અંદાજે 6 લાખ નોકરીઓ ખત્મ કરી દેવામાં આવી છે. જેના કારણે યુવાનો માટે રોજગારી મેળવવામાં અનિશ્ચિતતા પેદા થઇ છે. અસંગઠિત ક્ષેત્રમાં 20 કરોડ મહિલાઓ કામ કરી રહી છે. પરંતુ તેમના પ્રાથમિક અધિકારોની રક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવી રહ્યા નથી.
વેંકટચલમે આરોપ લગાવ્યો કે સરકાર અને રિઝર્વ બેંક ખાનગી બેંકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. જેના માટે ઉદ્યોગ ગૃહોને બેંકોના લાયસન્સ આપવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
