For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેસ કંપની Indaneથી 67 લાખ આધાર ડિટેલ્સ લીક

ગેસ કંપની Indaneથી 67 લાખ આધાર ડિટેલ્સ લીક

|
Google Oneindia Gujarati News

ફ્રેન્ચ સિક્યોરિટી રિસર્ચર Robert Baptisteએ 67 લાખ આધાર નંબર લીક થયા હોવાનો દાવો કર્યો છે. તેમણે અગાઉ પણ આધાર લીકનો ખુલાસો કર્યો છે. મીડિયમ રૉબર્ટે એક બ્લોગ લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ગેસ એજન્સી ઈન્ડેને 67 લાખ આધાર નંબર લીક કરી દીધા છે. રિપોર્ટ મુજબ ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યૂટર્સ માટે ઈન્ડેનની વેબસાઈટ છે ત્યાંથી આ ડેટા લીક થયો છે.

આધાર નંબર લીક

આધાર નંબર લીક

જો કે આ વખતે તેમણે દાવો કર્યો છે તે અન્ય કોઈ સિક્યોરિટી રિસર્ચરના હવાલાથી છે જેમણે પોતાની ઓળખ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો છે. સિક્યોરિટી રિસર્ચરે કસ્ટમ ટૂલના આધારે 11 હજાર ઈન્ડેન ડીલર્સનો કસ્ટમર ડેટા કલેક્ટ કરવાનો દાવો ક્યો છે. આ ડેટામાં કસ્ટમરનું નામ, એડ્રેસ અને આધાર નંબર સામેલ છે.

આમણે કર્યો દાવો

આમણે કર્યો દાવો

ભારતમાં ઈન્ડેનના 90 મિલિયનથી વધુ કસ્ટમર્સ છે. આધારની વાત કરીએ તો લગભગ 90 ટકાથી વધુ ભારતીયો પાસે હવે આધાર છે. આધારની સિક્ટોરિટીને લઈ વિવાદ પહેલથી જ ચાલતો આવ્યો છે. અગાઉ પણ આધાર લીકના કેટલાય મામલા આવ્યા છે અને આ તાજો મામલો ફરી એકવા આધાર સિક્યોરિટી અને પ્રાઈવેસીને લઈ ડિબેટ શરૂ કરી શકે છે. જો કે આ થર્ડ પાર્ટી લીક છે, માટે લગભગ આ મામલે UIDAI કંઈ નહિ કહે.

આધાર થયું લીક

આધાર થયું લીક

જો કે આ વેબસાઈટમાં એક્સેસ માટે યૂઝરનેમ અને પાસવર્ડની જરૂરત હોય છે, પરંતુ આ વેબસાઈટનો એક ભાગ ગૂગલમાં ઈન્ડેક્સ્ડ છે. જેનાથી કોઈપણ લૉગઈન પેજને બાઈપાસ કરી ડીલેટના ડેટાબેઝમાં આસાનીથી એન્ટર થઈ શખે છે. Robert Bapiste મુજબ ઈન્ડેનને લોકલ ડીલર્સ પાસે ઑથેન્ટિકેશન ન હોવાના કારણે લોકોના આધાર નંબર્સ, એડ્રેસ અને તેમના નામ લીક થયાં છે. ઈન્ડેનના 11 હજારથી વધુ ડીલર્સ છે અને લગભગ બધી જ જગ્યાએથી ડેટા લીક થયો છે. હાલ UIDAIએ ઈન્ડેનના આ રિપોર્ટ પર કોઈ નિવેદન આપ્યું નથી.

પુલવામા હુમલોઃ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન, ‘યુદ્ધનો જવાબ યુદ્ધથી આપીશુ'પુલવામા હુમલોઃ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન, ‘યુદ્ધનો જવાબ યુદ્ધથી આપીશુ'

English summary
67 lakh adhar number leaked by indane gas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X