ભારતમાં સોનાની કિંમતોને અસર કરતા 7 પરિબળો
ભારતમાં સોનાની કિંમતો એક નહીં પરંતુ અનેક પરિબળો પર આધારિત હોય છે. જો છેલ્લા એક વર્ષનું પરફોર્મન્સ જોઇએ તો સોનાએ નેગેટિવ રિટર્ન આપ્યું છે. આ કારણે ઘણા લોકોએ સોનામાં રોકાણ કરવાને બદલે શેર માર્કેટમાં રોકાણ કરવાનું પસંદ કર્યું છે. અહીં અમે ભારતમાં સોનાની કિંમતો પર અસર કરતા 7 પરિબળો જણાવીએ છીએ, જેના કારણે સોનાની કિંમતોમાં વધઘટ નોંધાય છે...

રૂપિયાનું મુલ્ય અને સોનાની કિંમત
સોનાની કિંમતના નિર્ધારણમાં રૂપિયાનું મૂલ્ય મહત્વનો ભાગ ભજવે છે. આ કારણે જો રૂપિયા 60 રૂપિયાથી ઘટીને 61 રૂપિયા થાય તો આપે સ્થાનિક બજારમાં સોનાની વધારે કિંમત ચૂકવવી પડે છે. એવી જ રીતે રૂપિયાનું મુલ્ય વધે એટલે કે રૂપિયો 60થી વધીને 58 થાય તો આપે સોનુ ખરીદવા માટે ઓછી કિંમત ચૂકવવી પડે છે.

ઇમ્પોર્ટ ડ્યુટી
સોનાની આયાત પર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટીને કારણે પણ સોનાની કિંમત વધે છે. સરકારે સોનાની આયાતને નિયંત્રિત કરવા માટે સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમતો વધી છે.

જીઓ પોલિટિકલ તણાવ
વિશ્વમાં ચાલતા જીઓ પોલિટિકલ તણાવને કારણે સોનાના ભાવ પર અસર થાય છે. તણાવ વધતા ભાવ વધે છે, અને તણાવ ઘટતા ભાવ ઘટે છે. તાજેતરમાં યુક્રેન અને રશિયા વચ્ચે વધેતા તણાવને પગલે સોનાની કિંમત વધી છે.

કેન્દ્રીય બેંક દ્વારા વેચાણ
વિશ્વની મોટા ભાગની કેન્દ્રીય બેંકો સોનામાં મોટું રોકાણ કરે છે. જો આ બેંકો કોઇ કારણથી સોનુ વેચવા કાઢે તો સોનાની કિંમતો ઘટી શકે છે.

રોકાણ વ્યૂહમાં બદલાવ
રોકાણકારોનો ટ્રેન્ડ પણ સોનાની કિંમતો પર અસર કરે છે. રોકાણકારોનો મોટો વર્ગ સોનામાં રોકાણ કરવાને બદલે ઇક્વિટીમાં રોકાણ કરવા લાગે તો સોનાની કિંમતો ઘટે છે. તેનાથી વિરુદ્ધ લોકો સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે તો સોનાની કિંમતો વધે છે.

બદલાતી આર્થિક સ્થિતિ
જો વિશ્વમાં આર્થિક સ્થિતિ બદલાય તો સોનાની કિંમતો બદલાય છે. સામાન્ય રીતે આર્થિક મંદીની સ્થિતિમાં લોકો સોનામાં રોકાણ કરવાનું સુરક્ષિત માને છે. આ કારણે સોનાની કિંમતો વધે છે. જ્યારે અર્થતંત્રમાં તેજી આવે તો લોકો પણ સોનાને બદલે ઇક્વિટીમાં રોકાણ કરે છે. જેના કારણે સોનાની કિંમતો ઘટે છે.

માંગ અને પુરવઠો
સામાન્ય રીતે અન્ય પરિબળોની સરખામણીમાં માંગ અને પુરવઠાનું પરિબળ બઘાના પાયામાં રહેલું છે. જો માંગની સરખામણીએ પુરવઠો વધારે હશે તો કિંમત ઘટશે, માંગની સરખામણીમાં પુરવઠો ઓછો હશે તો કિંમત વધશે.












Click it and Unblock the Notifications
