For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાદારીની દિશામાં આગળ વધવાની 7 નિશાનીઓ

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં હાઇ ફાઇ લાઇફ સ્ટાઇલ અને દેખા દેખીને કારણે લોકો ચાદર બહાર પગ પસારતા થઇ ગયા છે. આ દિશામાં સાવચેત બનીને પગલાં લેવામાં ના આવે તો વ્યક્તિ નાદાર બની શકે છે. અહીં અમે આપને નાદારીની દિશામાં આગળ વધવા અંગેની 7 નિશાનીઓ જણાવી રહ્યા છીએ. આ નિશાનીઓ જો આપના જીવનમાં બની રહી હોય તો આપે તત્કાળ સચેત બનીને આપની જીવનશૈલી, શોખ અને ખર્ચાને નિયંત્રણમાં લાવવાની જરૂર છે...

શું આપ ચૂકવણીઓ ચૂકી જાવ છો?

શું આપ ચૂકવણીઓ ચૂકી જાવ છો?


નાણાની તીવ્ર અછતને કારણે આપ અનેકવાર નિયમિત પેમેન્ટ કરવાનું ચૂકી જાવ છો? નાણાની તંગી વિવિધ જાતની લીધેલી લોનને કારણે બને છે.

ડેબ્ટ મેનેજમેન્ટ પ્લાન પણ નિષ્ફળ

ડેબ્ટ મેનેજમેન્ટ પ્લાન પણ નિષ્ફળ


કેટલાક લોકો વધારે પડતા દેવાના બોજ તળે દબાઇ જાય છે. તેમાંથી નિકળવા માટે ડેબ્ટ મેનેજમેન્ટ પ્લાનની મદદ લેતા હોય છે. પણ જો આપ તેના માટે લાયક ના ઠરો તો સમજી લેવું કે નાદારી આપને તાકીને બેઠી છે.

આપના દેવા ચૂકવવા સંપત્તિ ગિરવે મૂકવી પડે છે?

આપના દેવા ચૂકવવા સંપત્તિ ગિરવે મૂકવી પડે છે?


આપ એટલું બધું દેવું કરી ચૂક્યા છો કે જેને ચૂકવવા માટે આપે આપની સંપત્તિ ગિરવે મૂકવી પડે છે તો ચેતવા જેવું છે અને વધારાનું દેવું લેવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ.

બાકી નાણા ચૂકવવવા વારંવાર કોલ આવે છે?

બાકી નાણા ચૂકવવવા વારંવાર કોલ આવે છે?


જો આપે ઉધાર લીધેલા નાણા ચૂકવવા અંગે વારંવાર કોલ આવતા હોય તો આ રિંગ નાદારીનું વોર્નિંગ એલાર્મ છે એમ સમજી લેવું જોઇએ.

આપના ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઇ ગઇ છે?

આપના ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઇ ગઇ છે?


આપ અન્ય દેવા ચૂકવવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ અને તેની લિમિટ પણ પૂરી થઇ જાય તો સમજવું કે આપ નાદારીના અડધા રસ્તે પહોંચી ગયા છો.

આપ આર્થિક મારના આધાતમાંથી બહાર નથી આવી શકતા

આપ આર્થિક મારના આધાતમાંથી બહાર નથી આવી શકતા


જો આપ આર્થિક મારને સહન કરવાની શક્તિ ગુમાવી ચૂક્યા છો અને તેના ટેન્શનમાંથી બહાર નથી આવી શકતા તો આપ નાદારીના કગાર પર આવીને ઉભા છો.

નાદારી આપની ક્રેડિટ રેટિંગ ઘટાડે

નાદારી આપની ક્રેડિટ રેટિંગ ઘટાડે


નાદાર બનવાનું સૌથી મોટું નુકસાન એ છે કે તે આપનું ક્રેડિટ રેટિંગ ઘટાડે છે. એના કારણે આપ ભવિષ્યમાં જ્યારે ઉદાર લેવા જશો તો આપને ઉધાર મળવાની શક્યતા ઘટી જાય છે. તેના કારણે આપને જોબ મેળવવામાં પણ મુશ્કેલી નડી શકે છે.

English summary
7 signs you are on way of bankruptcy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X