7th Pay Commission : દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મળી મોટી ભેટ, હવે DRમાં થયો આટલો વધારો

કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. આ પહેલા સરકારે મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધારીને 38 ટકા કર્યું છે.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. આ પહેલા સરકારે મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધારીને 38 ટકા કર્યું છે. હવે સરકારે 1 જુલાઇ, 2022થી કેન્દ્ર સરકાર પોતાના કર્મચારી માટે મોંઘવારી રાહત (DR) માં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પેન્શન અને પેન્શનર્સના કલ્યાણ વિભાગના કાર્યાલયના જણાવ્યું હતું કે, હવે DR વધીને 38 ટકા કરવામાં આવ્યા છે.

મેમોરેન્ડમમાં શું છે?

મેમોરેન્ડમમાં શું છે?

વિભાગ દ્વારા 8 ઓક્ટોબર, 2022ના રોજ જાહેર કરવામાં આવેલા મેમોરેન્ડમમાં લખવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના પેન્શનરો/કૌટુંબિક પેન્શનરોને સ્વીકાર્ય મોંઘવારી રાહત 01-07-2022થી વર્તમાન દર 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવશે.

DRમાં વધારો થવાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ, કેન્દ્ર સરકારના પેન્શનરો અને કેન્દ્ર સરકાર પાસેથી પેન્શન મેળવતા ફેમિલી પેન્શનરોને ફાયદો થશે.

નોંધનીય છે કે, DR સામાન્ય રીતે વર્ષમાં બે વખત સપ્ટેમ્બર અને માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવે છે. એટલું જ નહીં, પેન્શનર પોર્ટલ અનુસાર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પેન્શન/ફેમિલી પેન્શન પરના DRની ગણતરી ગત વર્ષના ડિસેમ્બર મહિના માટે ઉપલબ્ધ DR રેટ અનુસાર કરવામાં આવશે.

ડીએમાં વધારો 1 જુલાઈ, 2022થી લાગુ થશે

ડીએમાં વધારો 1 જુલાઈ, 2022થી લાગુ થશે

સરકાર દ્વારા ડીએમાં વધારો 1 જુલાઈ, 2022થી લાગુ થશે. આ અગાઉ માર્ચ 2022માં સરકારે જાન્યુઆરીથી ડીએ (મેહંગાઈ ભટ્ટ) વધારવાની જાહેરાત કરી હતી.

આવા સમયે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યો હતો. હવે તે વધીને 38 ટકા થઈ ગયો છે. આ મુજબ કર્મચારીઓને સપ્ટેમ્બરના પગારમાં બે મહિનાનું ડીએ એરિયર્સ પણ મળશે.

આ આધારે વધે છે DA

આ આધારે વધે છે DA

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર લાખો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા માટે AICPI-IW (ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસઈન્ડેક્સ- ઈન્ડસ્ટ્રીયલ વર્કર) ઈન્ડેક્સના ડેટાને આધાર માને છે.

પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના AICPI-IW ડેટાના આધારે જુલાઈ માટેનાDAની જાહેરાત કરવામાં આવી હતી. જૂનમાં ઇન્ડેક્સ વધીને 129.2 પર પહોંચ્યો હતો, ડીએમાં 4 ટકાનો વધારો કરવાનો રસ્તો સાફ થઈગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X