For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th Pay Commission : સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર! જાણો ક્યારે મળશે મોંઘવારી ભથ્થું?

કેબિનેટની બેઠકમાં ગત દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટના નિર્ણય બાદ મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા થઇ ગયું છે.

|
Google Oneindia Gujarati News

7th Pay Commission : કેબિનેટની બેઠકમાં ગત દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટના નિર્ણય બાદ મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા થઇ ગયું છે. હવે કેન્દ્રીય કર્મચારીમાં મોંઘવારી ભથ્થામાં વધારા અંગે પરિપત્ર ફાઇનાન્સ મિનિસ્ટ્રીના ડીઓઇ તરફથી જાહેર કરવામાં આવ્યો છે.

મોંઘવારી ભથ્થામાં માર્ચમાં પણ કરાયો હતો 3 ટકાનો વધારો

મોંઘવારી ભથ્થામાં માર્ચમાં પણ કરાયો હતો 3 ટકાનો વધારો

સૂચનામાં આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, મોંઘવારી ભથ્થાના સંશોધિત દરો 1 જુલાઈ, 2022થી લાગુ કરવામાં આવશે. ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં પૈસા આવી જશે.

સરકારના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના નિર્ણયને કારણે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનધારકોને મોટી રાહત મળશે.

આ અગાઉ માર્ચમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા 3 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. આવા DA 31 ટકાથી વધીને 34 ટકા થઇ ગયું છે.

નોટિફિકેશનના મુખ્ય મદ્દાઓ

નોટિફિકેશનના મુખ્ય મદ્દાઓ

1. કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાથી વધીને 38 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. આ ભથ્થું બેઇઝિક પગારના આધારે મળશે. સુધારેલા દર 1 જુલાઈ, 2022 થી લાગુ થશે.

2. સાતમા પગાર પંચ હેઠળ બેઇઝિક પગાર વિવિધ સ્તરોના આધારે નક્કી કરવામાં આવ્યો છે. આ સુધારેલા પગાર માળખાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. મૂળભૂત પગારમાં કોઈ વિશેષ ભથ્થું નથી.

3. બેઇઝિક પગાર એ કોઈપણ કેન્દ્રીય કર્મચારીના પગારનો આવશ્યક ભાગ છે. તેને FR9(21) હેઠળ પગાર તરીકે ગણવામાં આવે છે.

4. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર (DoT) તરફથી જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, મોંઘવારી ભથ્થાની ચૂકવણીમાં 50 પૈસા કે તેથી વધુ રકમને સંપૂર્ણ રૂપિયો ગણવામાં આવશે. તેનાથી ઓછી રકમની અવગણના કરી શકાય છે.

5. આ નોટિફિકેશન મુજબ સંશોધિત DA નો લાભ સંરક્ષણ સેવાઓના નાગરિક કર્મચારીઓને મળશે. આ ખર્ચ તે ચોક્કસ ડિફેન્સ સર્વિસ એસ્ટીમેટના હેડ હેઠળ આવશે.

વધેલા DA નું બાકીનું વળતર ક્યારે મળશે?

વધેલા DA નું બાકીનું વળતર ક્યારે મળશે?

નોટિફિકેશન જાહેર થયા બાદ હવે સરકાર દ્વારા DAની બાકી રકમ એટલે કે એરિએસ ટૂંક સમયમાં ખાતામાં જમા કરવામાં આવશે. તેના પૈસા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોના ખાતામાં જલ્દી આવવા લાગશે.

English summary
7th Pay Commission : Good news for government employees! Know when you will get dearness allowance?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X