7th pay Commission : ટૂંક સમયમાં કર્મચારીઓને મળશે ખુશખબર, બેઇઝિક પગાર વધીને થશે 26000
7th pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે, તો બીજી તરફ લધુતમ વેતન એટલે કે બેઇઝિક સેલેરીમાં વધારો કરવામાં આવી શકે છે. આઆ માટે સરકાર તૈયારી કરી રહી છે. જોકે, હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એવી ધારણા છે કે, ટૂંક સમયમાં બેઇઝિક પગારમાં વધારો કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલ બેઇઝિક સેલેરી 18000 છે, જે વધારીને 26000 કરી દેવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોદી સરકાર દ્વારા ફિટમેન્ટ વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત પગાર વધારવા માટે નવા ફોર્મ્યુલા પણ તૈયાર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
વર્તમાન સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા મોંઘવારી ભથ્થું છે, 42 ટકા કર્મચારીઓ તેમના ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68 કરવાની માંગ કરી રહ્યા છે.
આ સાથે એવી શક્યતા સેવાઇ રહી છે કે, આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરને 2.57 વર્ષથી વધારીને 3 ટકા અથવા 3.68 ટકા કરવામાં આવી શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, 2024માં સાતમા પગાર પંચની ભલામણના આધારે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થઈ શકે છે. જોકે 2024માં ચૂંટણી યોજાવાની છે. તેથી ફિટમેન્ટ ફેક્ટરને 2026 થી લાગુ કરી શકાય છે.
જો સૂત્રોનું માનીએ તો, વર્ષ 2023માં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થશે નહીં, પરંતુ 2024માં તેની સમીક્ષા કરીને તેને વધારી શકાય છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિભાગ દ્વારા આ અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ નાણા મંત્રાલયને ભલામણ મોકલી શકાય છે. આ સાથે જ આગામી વર્ષે નવું પગારપંચ બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
નોંધનીય બાબત છે કે, કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેના આધારે કર્મચારીઓનો લઘુત્તમ પગાર નક્કી કરવામાં આવે છે. સાતમા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં વધારો થાય છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ફિટમેન્ટ ફેક્ટરમાં અઢી ગણાથી વધુ વધારો કરવામાં આવ્યો હતો.
કર્મચારીઓ માટે, જો 2.57 ના હાલના ફિટમેન્ટ ફેક્ટરને વધારીને ગણતરી કરવામાં આવે છે, તો મૂળ પગાર 18000 થી વધીને 21000 રૂપિયા થઇ થશે. જો કર્મચારીઓની માંગ પ્રમાણે તેને વધારીને 3.68 કરવામાં આવે તો પગાર વધીને 25760 થશે. બીજી તરફ જો આમ થશે, તો 68 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે.
કર્મચારીઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં મોંઘવારી ભથ્થામાં વધારો થયા બાદ તેમના લઘુત્તમ પગારમાં વધારો જોવા મળી શકે છે. આ સાથે, તેમનો મૂળ પગાર 39835 ટકા સુધી વધી શકે છે. બેઝિક સેલેરીમાં વધારાની સાથે તેનો લાભ પેન્શનની સાથે અન્ય ભથ્થા પર પણ મળશે.












Click it and Unblock the Notifications
