7th Pay Commission : ફરી એકવાર વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, આ મહિને મળી શકે છે ભેટ
7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીને આગામી જુલાઇ માસમાં મોટી ખુશખબર મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર તેમને મોંઘવારી ભથ્થાનો આગામી વધારો જુલાઇમાં આપવામાં આવશે. સરકાર અત્યાર સુધી દર વખતે 4 ટકાનો વધારો મોંઘવારી ભથ્થામાં કરતી આવી છે.
એવા આશા રાખવામાં આવી રહી છે કે, જુલાઇમાં પણ સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરે. AICPI-IW ના રેકોર્ડને ધ્યાનમાં રાખીને વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે. આ વખતે પણ મોંઘવારીને ધ્યાનમાં રાખીને 4 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. જો આમ થશે તો તે વધીને 46 ટકા થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2023થી કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં વધારાની ભેટ મળવાની આશા છે. જોકે, સરકાર ઓક્ટોબર 2023 સુધીમાં તેની જાહેરાત કરી શકે છે.
સરકારે કર્મચારીઓને આ વર્ષનો પ્રથમ ડીએ વધારો આપ્યો છે. આ અગાઉ તેમને 38 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું, જે વધીને 42 ટકા થઈ ગયું છે.
હવે તેને વધારીને 46 ટકા કર્યા બાદ સરકારી કર્મચારીઓના વેતનમાં મોટો વધારો થશે. 46 ટકા મોંઘવારી ભથ્થા અનુસાર, જો કેન્દ્રીય કર્મચારીઓનો બેઇઝિક પગાર 18,000 રૂપિયા છે, તો અત્યાર સુધીના 42 ટકાના આધારે, તેનું DA 7,560 રૂપિયા થાય છે, પરંતુ 46 ટકાના હિસાબે તે 8,280 રૂપિયા થઈ જશે. એટલે કે, દર મહિને પગારમાં 720 રૂપિયાનો વધારો થશે.












Click it and Unblock the Notifications
